Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરાની સાયખા જીઆઇડીસી માં શંકાસ્પદ ભંગાર સાથે બે શખ્સોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Share

ભરૂચના વાગરામાં આવેલ સાયખા જીઆઇડીસી નજીક આવેલ જુનેદ ગામની સીમમાંથી શટરવાળા ગોડાઉનમાંથી બે શખ્સોને શંકાસ્પદ ભંગાર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમા હતા દરમ્યાન બાતમી મળેલ કે સાયખા જીઆઇડીસી માં જુનેદ ગામની સીમ નજીક ગોડાઉન રાખી ચોરીનું શંકાસ્પદ ભંગાર સંતાડી રાખેલ છે. બાતમીના આધારે તપાસ કરતાં ગોડાઉનમાં બે ઇસમો (1) નારાયણ રાજાજી માલી ઉંમર વર્ષ 29 રહે. મૂળ જોદાવાસ તાલુકો સીતાળવાના જીલ્લો ઝાલોર હાલ રહેઠાણ સાયખા સુરેશ રાજપુરોહિતની ભંગારની દુકાન પર તથા (2) વિકી ઉર્ફે વિશાલ રાજકુમાર પવાર ઉંમર વર્ષ 28 મૂળ રહે. ગીનદોલી પાઇપલાઇન ગામ તાલુકો થાણે જીલ્લો કાલર મહારાષ્ટ્ર હાલ રહેઠાણ સુરેશભાઈ રાજપુરોહિતની ભંગારની દુકાન પર તાલુકો વાગરા જીલ્લો ભરૂચ નાઓ હાજર મળી આવેલ તેઓને સાથે રાખી ગોડાઉન તપાસ કરતાં તેમાં લોખંડના સળિયા, ગેલવેનાઈઝ એન્ગલ પાઇપ, લોખંડના એન્ગલ, લોખંડની પ્લેટ, કોપર કેબલ વાયરના ગુંચળા તથા વાયર કોટિંગના ટુકડા વગેરે ભંગાર મળી આવેલ જે ભંગારનો આધાર પુરાવા માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા તેઓને ઝડપી કુલ મુદ્દામાલ કિં.રૂ. 93,200/- નો જપ્ત કરી વધુ કાર્યવાહી અર્થે વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

કર્ણાટક વિધાનસભાની સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજ વિષયની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા તેમજ રોટરી ક્લબ દ્વારા રામકુંડ સમસાન ભૂમિ ખાતે રોટરી હોલ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લારી ગલ્લા ધારકોએ સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા ખસેડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!