Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજમાં અગ્નિ તાંડવ : રોહા ડાયકેમ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ, ભારે જહેમત બાદ મેળવાયો આગ પર કાબુ

Share

દહેજની ઇન્ડસ્ટ્રીયલ કલર અને ફૂડ ઇન્ગ્રેડીઇન્ટ્સ બનાવતી મલ્ટીનેશનલ રોહા ડાયકેમ કંપનીમાં રવિવારે બપોરે અચાનક ધડાકાભેર ભભૂકેલી આગે વસાહતને હચમચાવી દીધી હતી.રોહા ડાયકેમ 35000 સ્કવેર મીટરમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રીયલ કલર, પીગમેન્ટ્સ, ડાઈઝ તેમજ ફેથલોસાઈનીનનું ઉત્પાદન કરે છે. યુરોપ, ઓસ્ટ્રેલિયા સહિત 10 દેશોમાં ઓળંત5 ધરાવતી કંપનીના દહેજ પ્લાન્ટમાં બપોરે આકસ્મિક ધડાકા સાથે વિકરાળ આગ ફાટી નીકળી હતી.

ઘટના સાથે જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી આવતા તેમનો બચાવ થયો હતો. ફાયરનો કોલ મળતા જ ભરૂચ અને દહેજની અન્ય કંપનીના 4 થી 6 ફાયર ફાઈટરો ઘટના સ્થળે રવાના થયા હતા. દહેજ મરીન પોલીસ, સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ફેકટરી ઇન્સ્પેકટર તેમજ જીપીસીબી પણ સ્થળ પર દોડી ગયું હતું. વિકરાળ આગના કાળા ધુમાડાએ દહેજ વસાહત અને આસપાસના વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. હાલ તો ફાયર ફાઈટરોએ આગ બુઝાવવા પ્રયત્નો હાથ ધર્યા છે જે બાદ જ ઘટનાનું કારણ બહાર આવી શકશે તેમ પ્રાથમિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

અગ્નિપથ યોજના સામે બિહાર અને રાજસ્થાનમાં ઉગ્ર પ્રદર્શન, શું છે કારણ ?

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા ના કેવડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)માં ભાજપ નો દબદબો.ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ વિજેતા થઈ.

ProudOfGujarat

ભરૂચ સી-ડિવિઝન પોલીસની કામગીરી: ગુમ થયેલ યુવકને પરિવાર સાથે મિલાપ કરાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!