Proud of Gujarat
FeaturedGujaratINDIA

અપહરણ, ધાડ, રાયોટીંગ સહિતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Share

ભરૂચના રાજપારડી વિસ્તારના ભાલોદ તરસાલી ગામે અપહરણ, ધાડ, રાયોટીંગ તેમજ સરકારી કર્મચારી પર હુમલો જેવા બે ગુનામાં સી.આર.પી.સી કલમ-૭૦ મુજબનો નાસતો ફરતો આરોપીને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ભરૂચ એલ.સી.બી ના પી.આઈ ઉત્સવ બારોટ નાઓએ એલ.સી.બી ના કર્મચારીઓને ભરૂચ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ જેથી એલ.સી.બી ની ટીમ રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળેલ કે જી.પી એકટ-135 મુજબના ગુનાનો આરોપી ફારૂક સિરાજ શેખ રહે. નવી તરસાલી ઓરપાટ ગામ પાસે નર્મદા નદીના કિનારે જોવા મળેલ છે જે આધારે ઓરપાટ ગામમાં તપાસ કરતાં આ આરોપી મળી આવતા તેને પકડી લઈ સી.આર.પી.સી ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે રાજપારડી પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરાનાં ધનિયાવી ગામમાં યુવતીની હત્યા કરનાર આરોપી ઝડપાયો.

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામ નજીક ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

પાલેજમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!