Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જન શિક્ષણ સંસ્થાનને ડેક્કન ફાઈન કેમીકલ્સ દ્વારા આધુનિક કોમ્યુટરો દાન કરાયા.

Share

ભરૂચ જિલ્લામાં કૌશલ્ય તાલીમ ક્ષેત્રે અગ્રણી સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોમ્યુટર કોર્ષમાં તાલીમ લેતા ભાઈ બહેનોને વધુ આધુનીક સુવિધા યુકત કોમ્યુટરર્સ દ્વારા કૌશલ્ય તાલીમ આપી શકાય તે હેતુથી આજરોજ ડેક્કન ફાઈન કેમીકલ્સ પ્રા.લી. દ્વારા તેમના સી.એસ.આર પ્રોગામ હેઠળ ૦૭ કોમ્યુટર્સ દાન કર્યા છે. ઉદઘાટન પ્રસંગે ડેક્કન ફાઈન કેમીકલ્સ કંપનીના રાહુલભાઈ શાહ, વિપુલભાઈ રાણા, ભાવેશભાઈ પણસારા ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

જે.એસ.એસના નિયામક ઝયનુલ સૈયદે કંપનીના પદાધિકારીઓનું બહુમાન કરી તેમનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતું કે તેમના આ સેવાભાવી કાર્યથી જે એસ એસ માં તાલીમ લેતા ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખુબ મોટી મદદ મળશે અને આધુનીક યુગમાં દુનિયાની સાથે કદમ મીલાવી ચાલી શકશે. સંસ્થાને આગળ પણ આવી મદદ મળતી રહેશે તેઓ આશવાદ વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ: ભાજપના ડિમ્પલ રાજ પ્રમુખ તરીક ચૂંટાયા : ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ, કોંગ્રેસના ૩ સભ્યો મતદાનથી દૂર રહ્યાં

ProudOfGujarat

વિજયા દશમીએ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન, શૌર્ય અને સુરક્ષાની પરંપરાનું જતન : એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વદળ, પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન કરાયું

ProudOfGujarat

નડિયાદ : ઓવરબ્રિજનું ઉદ્ઘાટન થયા છતાં બસો ન જતાં વિદ્યાર્થીઓને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!