Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં ધોરણ 10 ના પરિણામ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલોની પણ સ્કૂલે ગેરરીતિ કરી તો કાર્યવાહીથી નહીં બચી શકે…

Share

ધોરણ 10 ના રાજ્યના 8.50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલોમાં સોંપવામાં આવી છે. 17 જૂન સુધી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવામાં આવશે. સ્કૂલ દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવ્યા હોવાને કારણે અનેક વાલીઓને પરિણામ અંગે શંકા છે જેની સામે શિક્ષણ વિભાગ કાર્યવાહી કરવા સજ્જ છે.

સ્કૂલ દ્વારા ધોરણ 9 નું પરિણામ તથા ધોરણ 10 ની સામાયિક કસોટી અને અન્ય પરીક્ષાના આધારે પરિણામ આપવામાં આવશે. 17 જૂન સુધીમાં તમામ સ્કૂલો દ્વારા માર્કસ તૈયાર કરીને બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. જે બાદ બોર્ડ દ્વારા પાક્કી માર્કશીટ તૈયાર કરીને વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવશે. કેટલીક સ્કૂલોની ઓનલાઇન માર્કસ અપલોડ થવાની કરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે.સ્કૂલો દ્વારા પરિણામ તૈયાર કરવામાં આવે છે. તે અંગે કેટલાક વાલીઓના મનમાં પ્રશ્ન અને શંકા છે કે, સ્કૂલ જાતે જ પરિણામ તૈયાર કરતી હોય ત્યારે નબળા વિદ્યાર્થીઓને લાગવગ કે અન્ય કારણથી સારા માર્કસ આપવામાં આવે તો હોશિયાર વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન મહેનત કરી હોય પરંતુ નબળા વિદ્યાર્થીઓને પણ હોંશિયાર વિદ્યાર્થીઓ જેટલા જ માર્કસ આપવામાં આવશે તો વાલીઓના મનમાં અનેક સવાલ છે જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને પરિણામની ચકાસણી કરવા માટે નિરીક્ષકો પણ નીમવામાં આવ્યા છે.આ અંગે અમદાવાદના મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ પણ સ્કૂલ ગેરરીતિથી માર્કસ આપી શકશે નહીં. સ્કૂલો દ્વારા પરિણામ કરવામાં આવશે અને અપલોડ કરવામાં આવશે પરંતુ બોર્ડ દ્વારા કેટલાક નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવશે. જે સ્કૂલોના પરિણામ પર નજર રાખશે. સ્કૂલ દ્વારા ગેરરીતિ કરવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત કોઈ ફરિયાદ મળશે તો તે અનુસંધાનમાં પણ કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

વડોદરા : વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ તથા એસ.એસ.જી હોસ્પિટલનો સંયુક્ત સન્માનિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ગુરૂવારે ૧૭ ઉમેદવારી નોંધાઈ.

ProudOfGujarat

જંબુસર ઓએનજીસી એસેટ દ્વારા ડાભાની પ્રાથમિક શાળા ખાતે સુરક્ષા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના બાળકોને સુરક્ષાલક્ષી માહિતી અપાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!