Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજકોટમાં આજે મોત શૂન્ય, બપોર સુધીમાં 8 કેસ નોંધાયા.

Share

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. આજે બપોર સુધીમાં 8 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42455 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 671 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ગુરૂવારે 18 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલે કોરોનાની જેમ હવે મ્યુકોરમાઈકોસિસના મૃત્યુઆંક છૂપાવવાનું શરૂ કરી દીધું છે. જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ કોવીશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેમને ફોરેન જવાનો સમય થઇ ગયો હોય તેવા વિદ્યાર્થીઓ કોવીશીલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ કોવીશીલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લઇ શકશે. આવા વિદ્યાર્થીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સિન લેવા માટે રામનાથ પરા આરોગ્ય કેન્દ્ર (એડ્રેસ: 21-રામનાથ પરા, માળિયાનો ઉતારો, મેટ્રો પાનની પાસે) ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો સમય સવારે 9 થી 12 વાગ્યા સુધીનો રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં અશાંતધારાની સમય સીમા સમાપ્ત થતા દસ્તાવેજની નોંધણી કરવા આવેદન આપતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

રાની મુખર્જી પોલીસ દળના સમર્થનમાં આગળ આવી, સાયબર ક્રાઇમ સામે જાગૃતિ લાવવા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અક્ષય કુમાર સાથે સ્ટેજ શેર કર્યું!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ૧ વાગ્યા સુધીમાં કુલ ૪૪.૮૬% મતદાન.મતદારોમાં ભારે ઉત્સાહ.ભરૂચ જિલ્લા કલેક્ટરે સહ પરિવાર મતદાન કર્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!