Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોટરી કોમ્યુનિટી કોર્પ્સ, ભરૂચ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું

Share

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલ પૂરની સ્થિતિ બાદ નદી કાંઠા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી, પૂરના પાણી તો ઓસર્યા પરંતુ લોકોના રોજિંદા જીવનના હાલ બેહાલ થઈ ગયા છે, તેવામાં હવે વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય સ્વરૂપે કીટ સહિત ફૂડ પેકેટ જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

RCC પ્રેસિડેન્ટ શૈલેષ દવેના નેતૃત્વ હેઠળ પૂરગ્રસ્ત વિસ્તાર પુષ્પાબાગ ખાતે બટુકનાથ વ્યાયામ શાળાની વસ્તીમાં રહેતા 300 જેટલા અસરગ્રસ્ત પરિવારના લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા તેમજ અંકલેશ્વર જુના દીવા ખાતેની વસ્તીમાં રહેતા અસરગ્રસ્ત પરિવારોને ફૂડ પેકેટ તથા કપડા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં RCC પ્રેસિડેન્ટ શૈલેષ દવે, RCC સેક્રેટરી મૃણાલ કાપડિઆ, વોર્ડના કાઉન્સિલર ચિરાગભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ ભટ્ટ, RCC પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, RCC સભ્યો હાજર રહીને અસરગ્રસ્ત પરિવારને સાંત્વના આપી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ઉમરપાડાના સ્નેહલ વસાવાને ટિકિટ આપી.

ProudOfGujarat

સુરતનાં કતારગામની રહીશ સગીરાનું અપહરણ કર્યા બાદ ગેંગ રેપ કરનારા છ શખ્સોને પોલીસે ઝડપી જેલ ભેગા કર્યા.

ProudOfGujarat

માંગરોળ- ઉમરપાડા પોલીસ સ્ટેશન અને વન વિભાગની કચેરીમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!