Proud of Gujarat
FeaturedGujaratINDIA

જિલ્લા પ્રશાસનના પ્રયત્નો થકી ભરૂચના ઝગડીયા તાલુકામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં અંદાજિત ૧૪૦૦ જેટલી રેશનકીટનું વિતરણ કરાયુ

Share

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લા પ્રશાસનની ભારે જહેમત બાદ આ તમામ વિસ્તારોમાંથી પૂરના પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. એટલુ જ નહી આ વિસ્તારો આવેલા વિસ્તારોમાં સફાઈ સહિતની આરોગ્યને લગતી આનુષંગિક કામગીરી પણ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક સહાયની કામગીરી હાથ ધરી DBT ચૂકવવામાં આવી રહી છે.

જિલ્લા પ્રશાસન દ્વારા તથા સ્વૈચ્છિક સેવા તરફથી સંસ્થાઓના સહયોગથી ભરૂચ જિલ્લાના ગ્રામ્યકક્ષાએ પણ રાશન કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ ઝધડીયા ઈન્ડસ્ટ્રી એસોસિયેશન અને વહીવટીતંત્રના સહયોગથી ઝગડીયા પ્રાંત અધિકારી ડી.એન. બારીયા અને તેમની ટીમ દ્વારા ઝઘડીયા તાલુકાના નાના વાસણા, અવિધા, મુલદ, ઉચેડીયા, ગોવાલી, ઝગડીયા, જુના તોથીદ્રા, કરાડ, જૂની જરસાડ, જૂના પોરા, ઓર, જૂની તરસાલી, ભાલોદ, ઈન્દોર, મોટા વાસણા વગેરે જેવા ગામોમાં આજસુધીમાં ૧૪૦૦ જેટલી રેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેશનકીટમાં પાંચ કિલો ઘઉનો લોટ, એક કિલો ચોખા, બે કિલો તુવેરદાળ, એક કિલો મીઠું, એક કિલો તેલ, ૨ કિલો બટાકા,એક કિલો ડુંગળી, ૧૦૦ ગ્રામ મરચુ અને ૧૦૦ ગ્રામ હળદર સાથે તૈયાર કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

કિલર જીન્સને બેસ્ટ ઓફ ઈયરનો એવોર્ડ એનાયત

ProudOfGujarat

ઉમરપાડાનું ધાણાવડ ગામ પોસ્ટ માસ્તર અને સરપંચના પ્રયાસથી સુકન્યા ગામ બનતા પ્રમાણપત્ર એનાયત કરાયુ.

ProudOfGujarat

રાજપીપલા: દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામના વળાકમા ઉતરતા ઢાળમા રોડ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!