Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ કૃષિ મહાવિદ્યાલયની વિદ્યાર્થીની એ આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો

Share

અસ્પી બાગાયત મહાવિદ્યાલય, નવસારીનાં યજમાનસ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીની તમામ કોલેજની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજન નવસારી કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવ્યું હતું.

જેમાં કૃષિ મહાવિદ્યાલય, ભરૂચની છાત્રાઓની ટીમ ઉપવિજેતા બની. સાથે સાથે કુ. રાખી વણકરે બધી કોલેજોમાંથી આવેલ ખેલાડીઓને દાદ આપી, ઈંડિવિડ્યુઅલ પોજીસનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ તબક્કે અસ્પી બાગાયત મહાવિદ્યાલયના ડીન અલ્કા સિંઘ દ્વારા તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના પ્રિન્સિપાલ ડો. ડી.ડી. પટેલે પણ ઉપસ્થિત રહી ટિમ મેનેજર્સ ડો. એસ.એલ. સંઘાણી અને ડો. એચ.એચ. મકવાણા અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે બે દિવસમાં 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ProudOfGujarat

ભરૂચ : પ્રાઉડ ઓફ ગુજરાતના અહેવાલની અસર, ઘાસ મંડાઈ વિસ્તારમાં ઉભરાતી ગટરોની કામગીરી શરૂ..!

ProudOfGujarat

इस अंतर्राष्ट्रीय योग दिवस पर, इरा त्रिवेदी के साथ एक वर्चुअल योगा-ए-थॉन के लिए हो जाइए तैयार!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!