Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને આરસીસી ના સભ્યોએ સુતરની આંટી – ફુલહાર અર્પણ કર્યા

Share

આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચનાં સેવાશ્રમ કમ્પાઉન્ડમાં આવેલ ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે આર.સી સી ના સભ્યો દ્વારા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી ફૂલહાર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે આજે જુદા જુદા સ્થળો પર વિવિધ કાર્યક્રમ યોજાયા હોય જે નિમિત્તે ભરૂચના સેવાશ્રમ કમ્પાઉન્ડમાં આવેલ ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે આર સી સી ના પ્રેસિડેન્ટ શૈલેષ દવેના નેતૃત્વ હેઠળ મહાત્મા ગાંધી જન્મ જયંતી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત સેવાશ્રમ કમ્પાઉન્ડમાં આવેલ ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીજીએ દાંડીકૂચના સમયમાં પાંચથી છ કલાક સુધી આ ગાંધી વિશ્રામ આશ્રમ ખાતે રોકાયા હોય અહીં આવેલી તેમની પ્રતિમાને આજરોજ આરસીસીના સભ્યો દ્વારા સુતરની આંટી અને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર જિજ્ઞાસા સોનાવાલા એ ગાંધીજીના જીવન ચરિત્ર તેમજ આ આશ્રમ વિશે ઉપસ્થિત સૌને માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં RCC પ્રેસિડેન્ટ શૈલેષ દવે, RCC સેક્રેટરી મૃણાલ કાપડિઆ, પ્રોજેક્ટ ચેરમેન RCC સુનય સોનાવાલા, પ્રોજેક્ટ ડાયરેક્ટર RCC જિજ્ઞાસા સોનાવાલા, પાસ્ટ પ્રેસિડન્ટ્સ તેમજ RCC સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબલ ટેકનોલોજી આધરિત પ્રોગ્રામનુ અનાવરણ કરાયું

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે ત્રીજા તબક્કામાં કોરોના વેકસીન મુકવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં એક બાજુ પૂરની પરિસ્થિતિ તો બીજી બાજુ ૭ ઇંચ વરસાદ ૨૪ કલાક દરમિયાન ખાબક્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!