Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે મહિલાનું કરૂણ મોત.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશનની ઉત્તરે પાટા ક્રોસ કરી રહેલી એક મહિલા ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મહિલાનું કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ વડોદરા જિલ્લાના કરજણના રહેવાસી કુસુમ બેન એહમદભાઇ મન્સૂરી ઉ.વ. ૬૩ પાલેજ રેલવે સ્ટેશન ફૂટ ઓવર બ્રિજ બંધ હોવાથી પ્લેટફોર્મ નંબર ૨ પરથી પ્લેટફોર્મ નંબર ૩ ઉપર લાઇન ક્રોસ કરી રહી હતી.

જે સમયે ડાઉન લાઇન પરથી પસાર થઇ રહેલી ટ્રેન નંબર ૨૦૯૬૧ ની અડફેટે કુસુમબેન આવી જતા કુસુમબેનને શરીરના ભાગે ગંભીર ઇજાઓના કારણે કુસુમબેનનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. ઘટનાની જાણ ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શ્રીરામ ભવલુભાઈને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી મૃતક કુસુમબેનનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલેજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી પી એમ બાદ મહિલાના મૃતદેહને તેઓના વાલી વારસોને સુપ્રત કર્યો હતો.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

હાલોલ : PM મોદીની સુરક્ષાને લઇને પાવાગઢ ડુંગર અભેદ કિલ્લામાં ફેરવાયો.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસી માં ખતરા વચ્ચે માનવ જીંદગી ! કેમિકલ કંપનીઓના કમ્પાઉન્ડમાં માનવ વસાહતો !

ProudOfGujarat

નર્મદામાં નરેન્દ્રભાઇ મોદીનો ૭૨ મો જન્મદિવસ સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!