Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના ખાનપૂર ખાતેથી ગૌમાંસ ભરેલ પિક અપ ગાડી સાથે ચાર ઈસમોને ઝડપી પાડતી પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં અવારનવાર ગૌમાંસના કતલ અંગેની બાબતો સામે આવતી હોય છે, કેટલાક કિસ્સાઓમાં કસાઈઓ પોતાના નાપાક મનસુબા પાર પાડી લેતા હોય છે તો કેટલાક બનાવમાં પોલીસ આવા તત્વોને ઝડપી પાડી કાયદાના પાઠ શીખવતી હોય છે ત્યારે જંબુસર પોલીસને ગૌ માસના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુરી ભાગોળ રેલવે ફાટક પાસેથી પોલીસે બાતમીના આધારે એક પિક અપ ગાડીને રોકી તેની તલાસી લીધી હતી જે બાદ ગાડીમાંથી અંદાજીત 185 કી.ગ્રામ જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું, પોલીસે મામલે પિક અપ ગાડી અને એક સ્પેલેન્ડર મોટર સાયકલ સહિત ગૌમાંસનો જથ્થો કબ્જે કર્યો હતો.

Advertisement

સમગ્ર ઘટનામાં પોલીસે (1) નઝીર યાકુબ અહેમદ પટેલ રહે, ખાનપુર દેહ નવી નગરી, જંબુસર (2) ઇકબાલ ઇસ્માઇલ કોલા રહે, ખાનપુર દેહ નવીનગરી,જંબુસર (3) મુસ્તાક મહંમદ દાઉદ પટેલ રહે, સારોદ ગામ જંબુસર તેમજ (4) અશરફ ગોધરીયા રહે, પંચસીલ સોસાયટી જંબુસર નાઓની ધરપકડ કરી તમામ પાસેથી કુલ 1,95,000 નો મુદ્દામાલનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

ભરૂચ : આલી ડીગીવાડ ખાતે ભરૂચ બી ડીવીઝન પોલીસે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચનું નિવૃત્ત દંપત્તિ દુઃખદ પ્રસંગમાં અમદાવાદ ગયુને ઘરમાં તસ્કરોનો ૧.૮૪ લાખનો હાથફેરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!