Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પરીએજ ગામ નજીક આવેલી હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર ૬૧૩ મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ

Share

ભરૂચ જિલ્લાના ભરૂચ – પાલેજ રાજ્ય ધોરીમાર્ગ માર્ગ પર પરીએજ ગામ નજીક આવેલી સ્થિત હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર હજારો અનુયાયીઓની હાજરીમાં ૬૧૩ મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિધ્ધ આસ્તાના પર પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારના આસ્તાના પર મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. 

સંદલ શરીફનું ઝુલુસ દરગાહ પાસેથી સૈયદ સાદાતો તેમજ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું. જે ઝુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ પર પહોંચ્યું હતું. દરગાહ શરીફ પર પહોંચી દરગાહ શરીફના સંકુલમાં આવેલી મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના સાકીર સાહેબ તેમજ અન્ય સાદાતોના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. ટ્રસ્ટીઓ તેમજ સાદાતોના હસ્તે ફૂલ ચાદર અને ગીલાફ અર્પણ કરાયા હતા. સાથે સાથે અકિદતમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ, ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરઃ 6.97 લાખના શંકાસ્પદ એસએસના સામાન ભરેલો ટેમ્પો ઝડપાયો, 4ની અટકાયત

ProudOfGujarat

ભરૂચની મુન્શી મનુબરવાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત મુન્શી આઇ.ટી.આઇ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો.

ProudOfGujarat

વડોદરાની જમનાબાઇ હોસ્પિટલમાં નેત્રહીન મહિલાને ડો. દેવિકા મોટવાણી એ સફળ ઈલાજ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!