Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા તાલુકાના હોલાકોતર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ

Share

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના હોલાકોતર ગામે રથ આવી પહોંચતા પરંપરાગત રીતે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. માજી પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનુભવોએ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી, આઇસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની દર્શન અને વિવિધ યોજનાઓ ની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે ‌ રાજ્યની સાથે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેનો વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

આ પ્રસંગે, ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત વાલિયાના માજી પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લામાં રહેતા વલ્ડકપ જીતનાર બ્લાઇન્ડ ક્રિકેટરને કોરોનકાળમાં ખાવા માટે ફાફા!..

ProudOfGujarat

સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં શિયાળાની બરાબર જમાવટ થતાં તસ્કરો સક્રિય બન્યા છે અને એક બાદ એક ચોરીની વારદાતને અંજામ આપી રહયા છે.

ProudOfGujarat

રાજપીપળા પાલિકા સફાઈ કામદારોની હડતાળ સમેટાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!