Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના મહાદેવ નગર સોસાયટીમાં બોલેરો પીક અપ માં ચોર ખાના માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ

Share

ભરૂચ ના મહાદેવ નગર સોસાયટીમાં બોલેરો પીક અપ માં ચોર ખાના માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ભરૂચ જિલ્લા માં દારૂ -જુગાર જેવી પ્રવુતિઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી હોવાનું કહેવાય રહ્યું છે,કેટલાક સ્થળે જ્યાં બુટલેગરો બિન્દાસ અંદાજ માં પોતાનો નશાનો વેપલો ધમ ધમાવી રહ્યા છે તો કેટલાક ઉપર પોલીસ વિભાગ લાલ આંખ કરી તેઓની જેલ ના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના પોલીસ મથક ના કર્મીઓને સફળતા હાસિલ થઈ છે,

Advertisement

ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ મહાદેવ નગર સોસાયટી ખાતે દરોડા પાડ્યા હતા જ્યાં MH 15 GV 8572 નંબર ની બોલેરો પીક અપ માં તપાસ કરવામાં આવતા પીક અપ માં ચોર ખાનું બનાવી લાવવામાં આવેલ ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યા હતો,

ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે ધ્રુવ ઉર્ફે જીલુ નિલેશભાઈ પટેલ રહે, મહાદેવ નગર સોસાયટી, જ્યોતિ નગર ભરૂચ તેમજ પિન્ટુ કુમાર સુંદર લાલ મિસ્ત્રી રહે, મહાદેવ નગર ભરૂચ નાઓને ઝડપી પાડી મામલે કુલ 6 લાખ 39 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરો નિલેશ વિનોદ ભાઈ મિસ્ત્રી રહે,પુષ્પધન બંગ્લોઝ, ભરૂચ નાને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફાફડાટ નો માહોલ છવાયો છે,


Share

Related posts

નર્મદા નદી પર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ચર્ચામાં : ભરૂચ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા વહેલી તકે લોકાર્પણ કરવા સરકારને આપી ચીમકી.

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સ્વર્ગીય અહેમદ પટેલની યાદમાં ફ્રી મેડિકલ અને સર્જીકલ કેમ્પનું આયોજન…

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીકથી વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત, જાણો વધુ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!