Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે પાણીની લાઈન ફાટી જતા મુખ્ય માર્ગ ઉપર જ પાણીનો બગાડ જોવા મળ્યો

Share

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે પાણીની લાઈન ફાટી જતા મુખ્ય માર્ગ ઉપર જ પાણીનો બગાડ જોવા મળ્યો

ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ સુપર માર્કેટ પાસે ના મુખ્ય રસ્તા ઉપર રોડ ની નીચે થી પસાર થતી પાણીની પાઇપ લાઈન માં ભંગાણ થતા રોડ નીચે થી રસ્તા ઉપર પાણીના પરપોટા ફૂટ્યા હતા, છેલ્લા પાંચ દિવસ થી પાણી લીકેજ થતા માર્ગ ઉપર જ પાણી ને વેડફાટ જોવા મળ્યો હતો,

Advertisement

હજારો લીટર પાણીનો વેડફાટ અને તંત્ર માં રજુઆત છતાં પરિણામ શૂન્ય હોવાનું કહેવાય રહ્યું છે,હજુ તો માર્ગ નું નિર્માણ થયું છે અને તેવામાં માર્ગ નીચે જ પાણી ની પાઇપ લાઈન ફાટી જતા નવા નકકકોર માર્ગને ખોદવુ પડે તેવી નોબત આવી છે, ભર ઉનાળા ની સિઝન માં જ્યાં કેટલાક સ્થળે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ મુખ્ય માર્ગ ઉપર જ પાણીનો બગાડ થઈ રહ્યો છે, અને તેના રીપેરીંગ કાર્ય માટે પણ તંત્ર જાણે કે મુહૂર્ત ની રાહ જોઈ બેઠું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે,


Share

Related posts

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહમદ પટેલની 74 મી જન્મજયંતિ નિમિત્તે સ્મરણાંજલિ સભાનું ભરૂચ રોટરી ક્લબ ખાતે આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

તવરા નવીનગરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે બક્ષીપંચ રથનું સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!