Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

વડતાલ ધામમાં રંગોત્સવની ઉજવણી કરાઇ, હરીભક્તોએ રંગોત્સવનો લાભ લઇ ધન્યતા અનુભવી

Share

વડતાલ ધામમાં રંગોત્સવની ઉજવણી કરાઇ, હરીભક્તોએ રંગોત્સવનો લાભ લઇ ધન્યતા અનુભવી

સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે સોમવારે તારીખ ૨૫ માર્ચના રોજ ૨૦૮ માં દિવ્ય રંગોત્સવની ડીજે ના તાલે  ભવ્યાતિભવ્ય ઉજવણી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નીશ્રામાં તથા વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામી સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી વિષ્ણુ સ્વામી બાપુ સ્વામી સહિતના અન્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ રંગોત્સવનો સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર ખાનદેશ જલગાવના હરિભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી
પૂનમ સત્ર ૫ અંતર્ગત પી.પી. સ્વામી એ વડતાલ મહિમા કથાના મરાઠી યજમાનો પ્રથમવાર વડતાલનો રંગોત્સવમાણી ભાવવિભોર બન્યા હતા. રંગોત્સવ પ્રસંગે પી.પી સ્વામી એ પોતાની આગવી શૈલીમાં રંગોત્સવ કથાનો અંદાજિત ૫૦ હજાર થી વધુ સ્ત્રી-પુરુષ ભક્તોને રસપાન કરાવ્યું હતું. વડતાલ મંદિરના મુખ્ય કોઠારીએ જણાવ્યું હતું કે રંગોત્સવના યજમાન રમેશભાઈ જીવરાજભાઈ ધાનાણી યુએસએ  આચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું. ત્યારબાદ મંચપર બિરાજમાન ચેરમેન દેવપ્રકાશ સ્વામી પૂ.નૌતમસ્વામી પૂ વિષ્ણુસ્વામી પૂ. ધર્મનંદન સ્વામી ખંભાત તથા અન્ય સંતોનો પણ હરિભક્તો દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરાયું હતું. આ પ્રસંગે ડો.સંતસ્વામી, પૂ.નૌતમસ્વામી અને પૂ.બાપુ સ્વામી એ ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી હરિએ વડતાલ જ્ઞાનબાગમાં ઉજવાયેલ રંગોત્સવની ઝાંખી કરાવી હતી. પૂ.આચાર્ય મહારાજે ભગવાન શ્રીહરિના કેસોડાના રંગે ભીંજવતા આવેલ હરિભક્તોને રંગોત્સવનો મહિમા વર્ણવી રંગભીના આશીર્વાદ પાઠવ્યા હતા પૂજ્ય મહારાજ એ શ્વેત વસ્ત્રઅને શ્વેત પાઘ ધારણ કરી રંગમંચ પર પધાર્યા હતા તેઓએ પ્રથમ શ્રી હરિને ગુલાબ તથા હજારીની પુષ્પ પાંદડી થી વધામણા કર્યા હતા. ત્યારબાદ રંગબેરંગી કલરનો છંટકાવ કર્યો હતો અને બાદમાં સંતો પર કલર છાંટી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઊભા કરવામાં આવેલ બે મંચ પર પૂજ્ય મહારાજ અને સંતો અને બીજા મંત્ર નાના લાલજી વિજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા સંતોના હસ્તે મોટી પિચકારી વડે આકાશમાં ઉડતી જલધારાઓ  આકર્ષણનું કેન્દ્ર બની હતી. આચાર્ય મહારાજ તથા વડીલ સંતો તથા હરીભક્તોના હસ્તે સને ૨૦૮૦-૮૧ના નિર્ણયનું વિમોચન કરવામાં આવ્યું હતું.
રંગોત્સવ પૂર્વે બાળ મંડળે નૃત્ય કરી ઉપસ્થિત મહારાજ સંતો ભક્તોને પ્રભાવી કર્યા રંગોત્સવ પૂર્વે વડતાલ બાળ મંડળના ભૂલકાઓએ નૃત્ય ગીત રજૂ કરી ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. રંગોત્સવમાં ચાલીસ હજાર કિલો વિવિધ રંગ, ૧૦૦ ફૂટ ઉંચા વિવિધ રંગોના ૫૦ થી વધુ બ્લાસ્ટ કરાયા,  પાંચ હજાર કિલો પુષ્પો પાંદડીઓ,  ત્રણ હજાર કિલો કેસુડા ના ફૂલો વપરાયા 5૦૦કિલો ચોકલેટ ઉછાળવામાં આવી
નરેશ ગનવાણી નડિયાદ

Advertisement

Share

Related posts

પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા બંધ ગેસ જોડાણની સબસીડી આપવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અમૂલ પછી હવે મધર ડેરીએ પણ દૂધનો ભાવ વધાર્યો : લિટર દીઠ 2 રૂપિયા થયું મોંધુ.

ProudOfGujarat

ભરૂચનો 14 વર્ષીય અનમોલ શાસ્ત્રી “કોન બનેગા કરોડપતિ” જુનિયર શોની હોટ સીટ પર પહોંચી લાખોની રકમનો વિજેતા બન્યો…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!