Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ શહેર માં રિક્ષામાં બેસાડી રાહદારીઓ ના રૂપિયા તથા પાકીટ કાઢી ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડતી પોલીસ

Share

ભરૂચ શહેર માં રિક્ષામાં બેસાડી રાહદારીઓ ના રૂપિયા તથા પાકીટ કાઢી ચોરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડતી પોલીસ

ભરૂચ શહેર ના અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈ ફરતા અને રાહદારીઓને રિક્ષામાં બેસાડી તેઓ પાસેથી રૂપિયા અને પાકીટ જેવી વસ્તુઓની ચોરી કરતા ત્રણ જેટલા ઈસમો આખરે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ ની પકડ માં આવી પહોંચ્યા હતા

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામે ના રોડ ઉપર રીક્ષા નંબર GJ 16 W 0192 લઈ ઉભેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા,

પોલીસ ની તપાસ માં ત્રણેવ ઈસમો શહેર ના અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓ ને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યાર બાદ તેઓ પાસે રહેલા રૂપિયા અને પાકીટ સહિત ની વસ્તુઓ ચોરી કરી લેતા હતા,

પોલીસે સમગ્ર મામલે કાદર ભાઈ અબ્દુલ ભાઈ શેખ રહે, મુસ્લિમ સોસાયટી, કોસંબા, અમીન હનીફ નાનાબાવા રહે, મુસ્લિમ સોસાયટી, કોસંબા તેમજ ઇમરાન યાકુબ પટેલ રહે, સુરતી ભાગોળ અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રીક્ષા, મોબાઈલ 3 તેમજ 18 હજાર ઉપરાંત ની રોકડ સહિત કુલ 89 હજાર નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

ઈન્સ્ટાગ્રામ પર ઓળખાણ, વોટ્સએપ પર વિશ્વાસ… USDT ટ્રેડિંગની લાલચે ભરૂચના નિવૃત્ત વ્યક્તિ સાથે ₹78.11 લાખની ઓનલાઈન ઠગાઈ : યુકેની મહિલા હોવાનું કહી વિશ્વાસ જીત્યો; શરૂઆતમાં નફો આપી બાદમાં લાખો રૂપિયા પડાવ્યા, સાયબર ક્રાઈમે ગુનો નોંધ્યો

ProudOfGujarat

માંગરોળ : ઝાંખરડા ગામે સામાજિક વનીકરણ રેન્જ અને પ્રાથમિક શાળા દ્વારા પર્યાવરણ લોક જાગૃતિ સાઈકલ રેલી યોજાઈ

ProudOfGujarat

કરજણ નગરમાં ભારે પવનના પગલે વૃક્ષો ધરાશાયી થતા ફાયર કર્મીઓએ વૃક્ષો હટાવવાની કામગીરી હાથધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!