Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરાયું*

Share

*ભરૂચ જિલ્લાના હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરાયું*
***
*મતદાન લોક જાગૃતિ અંગે ઉપસ્થિત આશાવર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદાતાઓને મતદાનની મહત્તમ માહિતી પુરી પાડવામાં આવી*
***
ભરૂચ- શુક્રવાર- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજરોજ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગામના આશા વર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદારોને સાથે રાખી મતદાન જાગૃતિના કાર્યક્રમો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શ્રી જીગ્નેશભાઈ પટેલ અને શ્રી કલ્પેશભાઈ પરમાર ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ અંગે મહત્તમ માહિતી પુરી પાડી હતી. સાથે તમામે અમે અચૂક મતદાન કરીશું તેવો સંકલ્પ લીધો હતો.
ખાસ કરીને આ ચૂનાવ પાઠશાલા કાર્યક્રમમાં ઉપસ્થિત મતદાતાઓ સાથે ગત ચૂંટણીના પુરૂષ-મહિલા મતદાતાના આંકડા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાન મથકમાં મહિલાઓનું ઓછુ મતદાન કેમ થાય છે. એના કારણોની વિશેષ ચર્ચા કરી પ્રશ્નોના નિવારણ લાવવા માટે ચર્ચાઓ કરાઈ હતી. સાથે ગામના મતદાતાઓ અને શાળાના વિધાર્થીઓએ મતદાન માટેનો સૌને સંકલ્પ લેવડાવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટુકડીએ ઝધડીયા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહીબિશન સંદર્ભના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.

ProudOfGujarat

શહેરાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખામાં ખાતેદારોને નાણા ન મળતા હાલાકી, બપોર પછી કેશ આવતા ખાતેદારોને રાહત

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીનું રીઝલ્ટ ના આવતા વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!