Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો…

Share

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો…

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલા વાહન સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ ભરૂચ શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન મળેલ બાતમી આધારે એક આયશર ટેમ્પો નંબર.GJ-16-X-9341 માં લોખંડના ભંગારનુ વજન ૨૮૦૦ કિ.ગ્રા. ની કિ.રૂ.૯૮,૦૦૦/- મળી આવ્યો હતો. ભંગારના મુદ્દામાલનુ ખરીદ બીલ કે આધાર પુરાવા બાબતે પુછતા તેને સંતોષકારક જવાબ નહી આપતા ઉપરોક્ત મુદ્દામાલ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનુ જણાઇ આવ્યું હતું. પોલીસે સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી મુજબ લોખંડના ભંગારનુ વજન ૨૮૦૦ કિ.ગ્રા. ની કિ.રૂ.૯૮,૦૦૦/- (૨) આયશર ટેમ્પો નંબર. GJ-16-X-9341 ની કિ. રૂ. ૩,૦૦,૦૦૦ /- તમામ મુદ્દામાલ કુલ કિ.રૂ. ૩,૯૮,૦૦૦/- સાથે રમણભાઇ છીતુભાઇ રાઠોડ, રહે.સજોદ, તા.અંકલેશ્વર, જી.ભરૂચ નાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે…

Advertisement

Share

Related posts

અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા જેવા જિલ્લાઓમાંથી ઢોર ચોરી તથા ઘરફોડ ચોરીઓ તેમજ વડનગર પોલીસ સ્ટેશનનાં ગુનાનાં નાસતા ફરતા આરોપીને અને મુખ્ય સૂત્રધારને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ અરવલ્લી..

ProudOfGujarat

અંકલેશ્વરની પાનોલી GIDC માં આવેલ પુષ્પા જે શાહની કંપનીમાં કામ દરમ્યાન JCB ચાલકે JCB રિવર્સ લેતા 7 મહિનાનાં બાળક ઉપર ટાયરો ફરી વળતાં બાળકનું મોત થયું.

ProudOfGujarat

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલય કઠોરનું 75.15% પરિણામ આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!