Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ વૃક્ષ સાથે બાઈક ભટકાતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત,નિકોરા ગામ માં શોક નું મોજું ફરી વળ્યું

Share

ભરૂચ વૃક્ષ સાથે બાઈક ભટકાતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત,નિકોરા ગામ માં શોક નું મોજું ફરી વળ્યું

ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર નિકોરા ગામના યુવાનોની બાઇક વૃક્ષ સાથે ભટકાતાં બંને આશાસ્પદના મોત નિપજ્યાં હતા
ભરુચ તાલુકાનાં નિકોરા ગામના તાડકુંડી ફળિયામાં રહેતા 28 વર્ષીય કમલેશ જયંતી વસાવા ગત રોજ રાતે 11:30 કલાકે પોતાના મિત્ર વિપુલ પટેલની બાઇક નંબર-જી.જે.16.ડી.આર.3320 લઈ અન્ય મિત્ર 21 વર્ષીય મયુર લાલાભાઈ પટેલ સાથે ઝાડેશ્વર ચોકડી ખાતે જમવા માટે નીકળ્યા હતા.

Advertisement

દરમિયાન ભરુચના તવરાથી શુકલતીર્થ ગામ તરફ જવાના માર્ગ પર ઝાડ સાથે બાઇક ભટકાતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું.રાતે નીકળેલ બંને યુવાનો સવાર સુધી પરત નહીં આવતા પરિવારે શોધખોળ કરતાં બંનેનું અકસ્માતમાં મોત નીપજયું હોવાનું જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું.


Share

Related posts

સુરતમાં 18 લાખના હીરાનું પડીકું લઇ ભાગી છૂટેલો ઠગ હિમાલચ પ્રદેશથી ઝડપાયો..!

ProudOfGujarat

ખરોડ ગામ ખાતે કલ્બની આડમાં જુગાર રમતા ૯ જુગારીયા ઝડપાયા…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં રમઝાન ઇદના પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!