Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : રસ્તા વચ્ચે ઉભેલી શેરડી ભરેલી 35 ટન ટ્રકની પલટી, ડ્રાઈવરને ઇજા…

Share

– શેરડી ઠુસી ઠુસીને ભરતા એક્સેલના પાટા તૂટી જતા સર્જાઈ ઘટના
– ચાલુ ટ્રકે ઘટના ઘટી હોત તો અન્ય વાહનો ચપેટમાં આવી જાત

ઝઘડિયા રોડ પર ઓવરલોડેડ વાહનો બેફામ દોડી રહ્યા હોવાની અવારનવાર બુમો ઉઠે ઉઠે છે ત્યારે મંગળવારે મુખ્ય માર્ગ પર ઓવરલોડેડ શેરડી ભરેલી ટ્રકની એક્સેલો (પાટાઓ) તૂટી જતા ઉભેલી ટ્રકે પલટી મારી હોવાનો વિડીયો વાઇરલ થતા લોકોમાં અચરજ સાથે ભય ફેલાયો છે.

ભરૂચ જિલ્લાની ઝઘડિયા પટ્ટી પર ઓવરલોડેડ રેતી, માટી સહિતના ખનીજો ઓવરલોડેડ ભરેલા વાહનો બેફામ દોડી રહ્યા હોવાની બુમો અવારનવાર ઉઠતી રહે છે. જેના કારણે જીવલેણ અકસ્માતો સાથે રસ્તાઓની પણ દુર્દશા સર્જાઈ છે.

Advertisement

ડિસેમ્બરમાં જ ભરૂચ ખાણ ખનીજ વિભાગે ભુમાફિયા અને ઓવરલોડેડ વાહનો પર તવાઈ બોલવવાની શરૂઆત કરી હતી. ત્યારે મંગળવારે ઝઘડિયા મુખ્ય માર્ગ પર વિચિત્ર ઘટનાનો વાયરલ થયેલા વિડીયોએ ચકચાર જગાવી છે.

ડબલ એક્સેલ 6 પૈડાંની ટ્રકનું વજન 20000 કિલો (20 ટન) જેટલું હોય છે. એ જ ટ્રકમાં 15 ટન જેટલી શેરડી ભરેલી હોય એક્સેલ પાટાઓ ઓવરલોડેડ ટ્રકને કારણે તૂટી પડતા જમણી તરફની એક્સેલો બેસી જતા ઉભેલી ટ્રકે પલટી મારતા રસ્તા પર જ ટ્રક ઉંધી વળી ગઈ હતી. ટ્રકમાં રહેલો ડ્રાઈવર પણ ધડામ દઇ સીટ પર બેઠા બેઠા જ જમીન પર પટકાતા ઇજાગ્રસ્ત થયો હતો. ટ્રક ઉંધી પડતા ઓવરલોડેડ શેરડીની રસ્તા પર રેલમછેલ થઈ ગઈ હતી. જો ટ્રકની બાજુમાં અન્ય કોઈ વાહન હોત કે ચાલુ ટ્રકે આ બનાવ બન્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શક્ત. હાલ તો વાયરલ વિડીયોએ લોકોમાં હાસ્યનું મોજું પણ ફેલાવ્યું છે સાથે જ ભયનો માહોલ પણ ઉભો કર્યો છે.


Share

Related posts

વડોદરામાં એમજીવીસીએલ દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ કરાતા લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચના ફુરજા રથયાત્રા રૂટ પર SOG નું પેટ્રોલિંગ, શંકાસ્પદ ઈસમો સહિત જાહેરનામા ભંગના અનેક ગુના દાખલ કરાયા

ProudOfGujarat

નડિયાદ : વસો તાલુકા  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ૫ર સાયકલ રેલીનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!