Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં એમજીવીસીએલ દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ કરાતા લોકોમાં ફફડાટ.

Share

એમજીવીસીએલ દ્વારા આજે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજળીનો વપરાશ કર્યા બાદ બિલ નહીં ભરનારાઓ સામે આજે એમજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના દૂધવાલા મહોલ્લા, હનુમાન પોળ, મિયા અબાસરનો ખાંચો તેમજ કમુબા હોલ સામેના રહેણાક વિસ્તારોમાં કાર્યવાહી અંતર્ગત અનેક વીજ જોડાણો કાપવામાં આવ્યા હતા. આકસ્મિક ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. જોકે શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર કામગીરી સંપન્ન થઈ હતી. કાર્યવાહી અંગે કોઇપણ અધિકારી કેમેરા સમક્ષ કે ઓફ ધ રેકોર્ડ બોલવા તૈયાર થયું ન હતું.

Advertisement

Share

Related posts

આજે ગૌરી વ્રત થયું પૂર્ણ : વરસાદી માહોલ વચ્ચે બાળાઓએ નર્મદા નદીમાં જવારા પધરાવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર : ૪ વર્ષીય બાળક ચોથા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયો.

ProudOfGujarat

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસનાં નિરીક્ષકો કરજણ મુકામે પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!