Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

કલેકટરના જાહેરનામાના ભંગ બદલ મોરબીના યુવાનને ઝડપી લેતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

Share

*કલેકટરના જાહેરનામાના ભંગ બદલ મોરબીના યુવાનને ઝડપી લેતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ*

ભરૂચમાં કલેકટરના જાહેરનામાનો ભંગ કરી મોડી રાત્રે નર્મદા મૈયા બ્રિજ પર ટેમ્પો ચલાવનાર મોરબીના શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હાથ ધરી હતી.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કલેકટર દ્વારા તારીખ 5/5/ 2024 થી તારીખ 4/ 8/ 2024 સુધી નર્મદા મૈયા બ્રિજ પર રાત્રે 12 વાગ્યાથી 24 વાગ્યા સુધી ત્રણ મહિના માટે ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમ કે ખાનગી બસ, તમામ પ્રકારના ભારે ટ્રકો, ટેમ્પો, ટેન્કરો સહિતની અવર-જવર બંધ હોવા છતાં ગતરાત્રિના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન નિલેશ મોહન નદીસાડીયા ઉંમર વર્ષ 25 રહે રાજપર મોરબી ને પોલીસે નર્મદામૈયા બ્રિજ પર ટેમ્પો હંકારી જતા અટકાયત કરી છે પોલીસે ટેમ્પો નંબર જીજે -36- ટી -9664 નામનો ટેમ્પો પોલીસ કબજામાં લઈ આરોપી નિલેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


Share

Related posts

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગના અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની માંગ કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગેકૂચ યથાવત, 8.28 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા સપ્તાહથી 37% વૃદ્ધિ દર્શાવે છે

ProudOfGujarat

રથયાત્રામાં વરસાદનો સંકટ : રાજ્યના ૧૧ બંદરો પર ૩ નંબરનું સિગ્નલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!