Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ONGC ખાતે આવેલ SC, ST ઓફિસ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વરમાં ONGC ખાતે આવેલ SC,ST ઓફિસ ખાતે આદિવાસી સમાજના લોકોએ ડૉ. બાબા આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9 મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. ડિસેમ્બર 1994 ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ઓ.એન.જી.સી. ખાતેની એસ.સી.એસ.ટી સેલની ઓફીસે ડૉ. બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, નગરપાલિકા સભ્ય સુનિલ વસાવા, આદિવાસી આગેવાન મહેશ વસાવા, એસ.સી.,એસ.ટી ના સેક્રેટરી રોહિત પટેલ, વાઇસ સેક્ટરી દિનેશ વસાવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી યુવાનો અને એસ.ટી.એસ.સી સેલના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચના લાયન્સ ક્લબમાંથી તસ્કરો 12 પંખા તેમજ એમ્પ્લિફાયર-સ્પિકરના સેટ સહિત 40 હજારની ચોરી કરી ફરાર

ProudOfGujarat

“કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત અંકલેશ્વર તાલુકાના “માસ્ટર ટ્રેનર્સ” તરીકે ચયન પામેલ કુલ ૬૯ સરકારી-અર્ધ સરકારી શિક્ષકોની બે દિવસીય ગુણાત્મક તાલીમની પૂર્ણાહુતિ

ProudOfGujarat

નેત્રંગ : થવા હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓ એથ્લેટિક્સમાં રાજય કક્ષાએ ઝળકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!