Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં મેઘરાજાના મેળા માટે 106 સ્ટોલ્સની હરાજી કરાઈ

Share

ભરૂચમાં મેઘરાજાના મેળા માટે 106 સ્ટોલ્સની હરાજી કરાઈ

સ્ટોલનું ભાડું દિવસના 155 થી લઇ 1,750 સુધી નકકી કરાયું

Advertisement

ભરૂચના પાંચબત્તીથી સોનેરી મહેલ સુધી શનિવારથી બુધવાર સુધી મેઘરાજાનો ભાતીગળ મેળો ભરાશે ત્યારે 22મીએ સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવશે. એક કિમીના રસ્તા પર 106 સ્ટોલની ફાળવણી કરાશે અને તેના માટે 155 થી 1,750 રૂા. સુધીનું રોજનું ભાડુ નકકી કરાયું છે. ભરૂચ શહેરમાં 252 વર્ષથી મેઘરાજાનો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટે છે. જેના કારણે ખાણીપીણી સહિતની અન્ય નાની મોટી દુકાનો પણ ખોલવામાં આવશે. દર વર્ષે સીટી સર્વે વિભાગ દ્વારા દુકાનો માટે પ્લોટની ફાળવણી કરવામાં આવે છે. જેથી આ વર્ષે 8×8 ની 106 દુકાનો ફાળવશે. જેના માટે
હરાજી નું આયોજન કરવામાં આવે છે. જેમાં સો થી વધારે બોલી લગાવનાર વ્યક્તિને દુકાન ફાળવવામાં આવે છે. આ તમામ દુકાનો સોનેરી મહેલ થી પાંચબત્તી વિસ્તારમાં મૂકવામાં આવે છે. દુકાન નંબર પ્રમાણે હરાજીની રકમ અલગ અલગ હોય છે. જેમાં સોનેરી મહેલ વિસ્તારમાં આવતી દુકાનોની કિંમત ઓછી હોય છે. મેઘરાજાથી પાંચબત્તી વિસ્તારની દુકાનોની વધુ કિંમત હોય છે. આ વિસ્તારમાં વધુની મેદની આવતી હતી,
હોવાના કારણે કિંમતમાં વધારો થતો હોય છે. હાલ હરાજીમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવા માટે લોકો આવી રહ્યા છે. ત્યાર બાદ 22 ઓગસ્ટે 3 વાગ્યે મામલતદાર કચેરી સામે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે હરાજી નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો ઊંચી બોલી લગાવી પસંદગીની દુકાન મેળવી શકશે.


Share

Related posts

રાજપીપળામાં યોજાયો મેગા જોબ-ફેર : ૩૮૭ જેટલા રોજગારવાંચ્છુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી.

ProudOfGujarat

વડોદરાના પાદરા હાઈવે પાસે BMW ગાડીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના દશાન ગામે નર્મદા કિનારે મહાકાય મગર દેખાતા ભયનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!