Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની જન્મ જયંતીની તેમના પુત્રી એ કરી વિદ્યાર્થીઓ સાથે ઉજવણી

Share

ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની જન્મ જયંતીની તેમના પુત્રી એ કરી વિદ્યાર્થીઓ સાથે ઉજવણી

ભરૂચના પનોતા પુત્ર પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. અહેમદ પટેલની જન્મ જયંતી નિમિત્તે તેમના પુત્રી દ્વારા શાળાના બાળકો સાથે કેક કટીંગ કરી ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

ભરૂચના પનોતા પુત્ર અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. અહેમદ પટેલ ની આજે જન્મ જયંતી હોય તેમની જન્મ જયંતીની ઉજવણી માટે તેમના પુત્રી મુમતાઝ બેન પટેલ પોતાના માદરે વતન ખાતે કલરવ સ્કૂલના બાળકો સાથે કેક કટીંગ કરી સ્વ. અહેમદ પટેલના જન્મદિનને યાદ કર્યો હતો, આ તકે મુમતાઝ બેન પટેલે જણાવ્યું હતું કે ભરૂચની શાળામાં વિદ્યાર્થીઓ સાથે મારા પિતાશ્રીની જન્મ જયંતીની ઉજવણી કરવાનો અવસર પ્રાપ્ત થયો તે માટે અત્યંત આનંદની લાગણી અનુભવું છું, આજે મારા પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમની યાદો હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે રાજકીય કારકિર્દીમાં પણ તેઓએ માઇલ સ્ટોન સમાન કાર્યો કર્યા છે , તેમજ ભરૂચની શાળાના ટ્રસ્ટી મંડળ, શાળા સંચાલકો વગેરે સાથે અવારનવાર વાતચીત થતી રહે છે, વિદ્યાર્થીઓને મળવું મને ખૂબ ગમે છે , આથી મારા પિતાશ્રીનું મૂળ વતન ભરૂચ હોય તેથી ભરૂચના વિદ્યાર્થીઓ સાથે તેમની જન્મ જયંતીની ઉજવણી કરવા બદલ શાળા સંચાલકોને બિરદાવ્યા હતા.


Share

Related posts

દહેજની ખાનગી કંપની દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સાધન સહાય

ProudOfGujarat

ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો શિક્ષણ બોર્ડ દ્વારા

ProudOfGujarat

વડોદરાના અલકાપુરીમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક ઓફ બરોડાનાં કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!