Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહની પ્રદેશ મહામંત્રી તરીકે નિમણુંક…

Share

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહામંત્રી તરીકે નિમણૂંક થતાં કોંગી વર્તુળમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

રાજેનન્દ્રસિંહ રાણાએ NSUI  લઈ યુથ કોંગ્રેસમાં સાત વર્ષ સુધી સફળ કામગીરી કરી છે અને ત્યાર બાદ ભરૂચ જિલ્લા કોંગેસ સંગઠનમાં બુથ લેવલથી લઈને અનેક મહત્વની જવાબદારી અદા કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ તેમનાં નેતૃત્વમાં અને તેમની સુઝબુઝ તથા આવડતનાં લીધે જિલ્લા પંચાયત તેમ જ જંબુસર અને આમોદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરી હતી. સંગઠનનાં મજબુત એવાં રાજેન્દ્રસિંહ રાણાની હવે પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂંક થતાં તેઓની ભુમિકા અત્યંત મહત્વની બની રહેશે જિલ્લા કોંગી અગ્રણીઓએ રાજેનન્દ્રસિંહ રાણાને સંગઠનમાં પોતાની કામગીરીથી રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલનું પણ ધ્યાન ખેંચનાર રાજેન્દ્રસિંહ રાણા યુથ કોંગ્રેસને જે મજબુતી બખ્શી હતી એ આજની ઘડીયે પણ એવી જ છે અને રાજ્યકક્ષાએ પણ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું સ્થાન અગ્રીમ હરોળમાં છે.

Advertisement

રાજેન્દ્રસિંહ રાણાને પ્રદેશ મહામંત્રી મહામંત્રી બનાવવાની સાથે સાથે જ ભરૂચ જિલ્લા પંચાયતનાં પૂર્વ સભ્ય યુનુસ પટેલને પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે.

ભરૂચ જિલ્લા કોંગ્રેસનાં બે મજબુત પદાધિકારીઓને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં સ્થાન મળતાં કોંગ્રેસ વર્તૃળમાં આનંદ ફેલાયો છે અને જે રીતે રાષ્ટ્રકક્ષાએ અહેમદ પટેલે સંગઠન મળખાને મજબુત બનાવ્યું છે એ જ રીતે પ્રદેશ કક્ષાએ આ બંન્ને નેતાઓ કોંગ્રેસનાં સંગઠનને મજબુત કરશે એવો વિશ્વાસ વ્યકત કરાઈ રહ્યો છે.


Share

Related posts

ઉમરપાડાના ગોંદલીયા ગામે ખેડૂતે ખેતરમાંથી લાકડા કાપવાનો આરોપ મુકી શ્રમજીવીને માર માર્યો

ProudOfGujarat

ખેડાના સંધાણા ગામ પાસે પોલીસે બંધ બોડીની ગાડીમાંથી રૂપિયા ૧૫.૭૮ લાખનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

પાલેજ ના વેપારી ને આપેલા ચેક પરત ફરતા યુવકને ૧ વર્ષની કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!