Proud of Gujarat
bharuchCultureFeaturedGENERAL NEWSGujaratINDIAMusicPhotographyTechnologyTop NewsTravelWomanWorld

ભરૂચમાં ભેરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાંથી અનઅધિકૃત ગેસ રિફિલિંગ અટકાવતી પોલીસ

Share

ભરૂચમાં ભેરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાંથી અનઅધિકૃત ગેસ રિફિલિંગ અટકાવતી પોલીસ

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ગેસ ની બોટલ રીફીલીંગ થતી હોય જે કામગીરી અત્યંત જોખમી પ્રક્રિયા હોય આથી આ તમામ પ્રવૃત્તિને અટકાવવા તથા સદંતર બંધ કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ની સુચના અનુસાર એસઓજી ની ટીમે ગેરકાનૂની ગેસ રીફીલિંગ કરનાર એક શખ્સને મહારાજા નગર ખાતેથી ઝડપી પાડ્યો છે .

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં મહારાજા સોસાયટીમાં ગેરકાનૂની રીતે ગેસ નું રિફિલિંગ થાય છે તેને અટકાવવા માટે એસોજીની ટીમ પીઆઇ એ. એચ. છૈયા એ એટીએસની કામગીરી મુજબ એસોજીને સૂચના આપી હતી જે સૂચના અન્વયે એસ ઓ જી પોલીસની એક ટુકડી મહારાજા નગર ખાતે પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એસોજીની ટીમને બાતમી મળેલ કે મહારાજા નગર ખાતે આવેલ સાનિધ્ય કોમ્પલેક્ષમાં ભેરુનાથ વાસણ ભંડારમાં જુદી જુદી કંપનીના રાંધણ ગેસની બોટલો દ્વારા ગેસ રીફિલિંગ કરતો હોય , પોલીસે સાગર શાંતિલાલ ખટીલા રહે 190 વિભાગ 3, અયોધ્યાપુરમ સોસાયટી કાપોદ્રા તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ ને પોલીસે અનઅધિકૃત ગેસની બોટલ માંથી બીજી બોટલમાં સળગી ઊઠે તેવો પદાર્થો હોય બેદરકારી પૂર્વક ટ્રાન્સફર કર્યો હોય તેની પોતાની તથા અન્ય વ્યક્તિઓનું જીવન જોખમાય તેવી કામગીરી કરવા સબાબુ ભરૂચ એસોજી ની ટીમે રંગે હાથે પોલીસ રેડ દરમિયાન ઝડપી પાડ્યો હોય, પોલીસે ભેરુનાથ વાસણ ભંડાર નામની દુકાનમાંથી
રિલાયન્સ કંપનીની 15 કિલો ની બોટલ 2 કિંમત રૂપિયા 3600, એચપી કંપનીની 15 કિલોની બોટલ 2 કિંમત રૂપિયા 2800, સુજાતા ગોલ્ડ કંપનીની 5 કિલોની બોટલ નંગ 2 કિંમત રૂપિયા 1000, ફ્રેજકિંગ કંપનીની 5 kg ની બોટલ નંગ એક કિંમત રૂપિયા 789, રીફીલીંગ એક કિંમત રૂપિયા 500, ઇલેક્ટ્રીક વજન કાંટો કિંમત રૂપિયા 1000 તમામ મુદ્દા માલ મળી કિંમત ₹9600-/ ની ગેસ રીફિલિંગ ની વસ્તુઓ કબજે લઈ પોલીસે આરોપીની અટકાયત કરી છે.


Share

Related posts

ભરૂચનાં બાદશાહી મસ્જીદ નજીક રમજાન માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો ગરીબ પરિવારોને કીટનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીમાં ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા અચાનક બોટ બંધ થતાં પાંચ ઇસમો ફસાઈ જતાં NDRF ની ટીમે રેસ્કયુ કરી બચાવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ બાઈક ચોરને એમપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!