Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIATop NewsUncategorized

ઓઇલ ચોરી કેસમાં વડોદરાનો મુન્ના વિજય ઉર્ફે મુન્નો અને આછોદનો ઇમ્તિયાઝ દેડકો ઝબ્બે

Share

સિતપોણ ગામે ઓએનજીસીની પાઇપલાઇનમાં પક્ચર પાડી ઓઇલ ચોરીનો મામલો
ભરૂચ.
ભરૂચ તાલુકાના સિતપોણ ગામે ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલની ચોરી કરતાં બે શખ્સોને એસઓજીની ટીમે 2024માં 9 ઓક્ટોબરની મધ્યરાત્રીએ ઝડપી પાડ્યાં હતાં. પોલીસની તપાસમાં ઝડપાયેલાં આરોપીઓના નામ સંજય રતીલાલ વસાવા અને રમેશ અમરસંગ વસાવા (બન્ને રહે. આછોદ) હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે કબુલ્યું હતું કે, તેમણે તેમના સાથી મીત્રો સાથે આ પાઈપ લાઈનમાં પંચર કરીને ત્રણેક વખત ક્રૂડ ઓઇલની ચોરી કરી રાષ્ટ્રીય સંપતિ પાઇપ લાઇનને નુકશાન કરી,ક્રુડ ઓઇલની ચોરી કરી લઈ જઇ વાલ્વ ઉપર માટી નાખી ઢાંકી દીધો હોવાનો ગુનો કર્યો હતો.
આ મામલે એસઓજી પોલીસે સંજય રતીલાલ વસાવા અને રમેશ અમરસંગ વસાવાએ ઝડપી તેમની પૂછતાજ કરતાં તેઓએ તેમના જ ગામના ઇકબાલ નિઝામ પઠાણ, ઇમ્તીયાઝ એહમદ દેડકો પટેલ અને સઈદ ઉર્ફે બટકો અદા ના કહેવાથી આ કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની સામે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. એસઓજીની ટીમ અન્ય આરોપીઓને શોધવાની ફિરાકમાં હતી. દરમિયાનમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી હેકો શૈલેષભાઇ તેમજ પોકો સુરેશભાઇને ફરાર આરોપીઓ પૈકીના ઇમ્તિયાઝ અહેમદ પટેલ ઉર્ફે દેડકો( રહે. આછોદ) તથા વિજય ઉર્ફે મુન્નો ગણપત ગોહિલ (રહે. સ્વામીનારાયણ સોસાયટી, ભાયલી રેલવે સ્ટેશન, વડોદરા, મુળ રહે. અખોડ, વાગરા) ની માહિતી મળતાં પીઆઇ એ. એ. ચૌધરીએ તેમની ટીમના એએસઅઇ ગીરીશભાઇ, એએસઆઇ રવિન્દ્રભાઇ, હેકો શૈલેષભાઇ તેમજ પોકો સુરેશભાઇ તથા પોકો મો. ગુફરાનભાઇ સાથે મળી બન્નેને દબોચી લીધાં હતાં.

Advertisement

Share

Related posts

વિદેશ યાત્રા પરથી આવતા લોકો માટે એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ ફરજીયાત કરાયું.

ProudOfGujarat

બે બાઈક સામસામે ભટકાતાં બેના મોત : મહિલાને ઈજા

ProudOfGujarat

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!