Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiEducationGENERAL NEWSGujaratINDIAinternationalLifestyleTop NewsUncategorized

વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વનુંમતે વરણી.

Share

નડિયાદ

વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગળવારના રોજ યોજાઇ હતી. જેમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્યો પૈકી ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેન તરીકે તથા દેવપ્રકાશ સ્વામીની વડતાલ મંદિરના મુખ્ય કોઠારી તરીકે વર્ણી કરવામાં આવતા હરિભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.

Advertisement

વડતાલ ટેમ્પલ કમિટીના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ ટેમ્પલ કમિટીમાં ડો. સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વલ્લભભગત, સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ), તેજસભાઈ બીપીનભાઈ પટેલ (પીપળાવ), અલ્પેશભાઈ પંકજભાઈ પટેલ (વડોદરા) અને સંજયભાઈ હીરાભાઈ પટેલ (ગોધરા) બિનહરીફ ચૂંટાયા હતા. ચૂંટાયેલ કમિટીના નવા સભ્યોની પ્રથમ મીટીંગ મંગળવારે સવારે મંદિરની બોર્ડ ઓફિસમાં મળી હતી. જેમાં બ્રહ્મચારી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના છ સભ્યોએ ડો. સંતવલ્લભદાસજી સ્વામીની ચેરમેનપદે અને દેવપ્રકાશ સ્વામીની કોઠારીપદે નિમણૂક કરી હતી જ્યારે સંજયભાઈ શાંતિલાલ પટેલ (ભરૂચ)ની સેક્રેટરી તરીકે વરણી કરી હતી. ટેમ્પલ કમિટીના સૌ સભ્યોનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ફુલહાર પહેરાવી તેઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન વડતાલ મંદિરના વડીલ સંતો પૂ નૌતમસ્વામી – વલ્લભ સ્વામી – બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી – પી પી સ્વામી વગેરે સંતો એ હારતોરા કરીને શુભેચ્છા પાઠવી નવા નિમાયેલા ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશ સ્વામી તથા અન્ય સભ્યોને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.


Share

Related posts

છોટાહાથીના ચાલકે રોંગ સાઇડેથી આવી બાઇકને ટક્કર મારમાં એકનું મોત : એક ગંભીર

ProudOfGujarat

સુરતમાં આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર થયેલ હુમલાનાં મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠ બંધન ના ઉમેદવાર ચૈતર વસાવા એ ઉમેદવારી ફોર્મ ભર્યું, કહ્યું લોકસભા ચૂંટણી અમે સારા માર્જિન થી જીતીશું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!