Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratTechnologyTop NewsUncategorized

પોલીસ સુરક્ષામાં સેંધ લગાવી રેલવેમાં વિદેશીદારૂની ખેપ મારતાં બુટલેગરો

Share

ભરૂચ રેલવે સ્ટેશનમાંથી વિદેશીદારૂની ખેપ મારતો એક ઝબ્બે, એક ફરાર

એ ડિવિઝન પોલીસે મુખ્ય સુત્રધાર સહિત ચાર સામે ગુનો નોંધ્યો

Advertisement

 

ભરૂચ.

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી. યુ. ગડરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ એ. વી. શિયાળિયા તેમજ ટીમ પ્રોહિબિશન-જુગારની પ્રવૃતિ શોધવા પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો અન્નુ દિવાન અને તો માણસ મુનાફ સૈયદ રેલવે સ્ટેશનમાંથી વિદેશીદારૂના જથ્થાની હેરફેર કરનાર છે. જેના પગલે ટીમે સ્ટેશન સર્કલ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં મુનાફ સૈયદ તેમજ અન્ય એક ખેપિયો મળી બે મોપેડ પર આગળ પગ પાસે મિણિયા થેલામાં દારૂ ભરીને રેલવે સ્ટેશનથી બહાર આવતાં તેમને પકડવા જતાં મુનાફ સૈયદ ઝડપાઇ ગયો હતો. જ્યારે અન્ય ખેપિયો નાસી ગયો હતો. પોલીસે કુલ 32 હજારનો વિદેશીદારૂ તેમજ બે મોપેડ અને એક મોબાઇલ મળી કુલ 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે, હનીફ ઉર્ફે અન્નુ ઇમરાનશા દિવાને વિદેશદારૂ મંગાવ્યો હતો. જેથી તે અને મુનાફ અબ્દુલ સૈયદ બે મોપેડ પર તે લેવા માટે ગયાં હતાં. રેલવે સ્ટેશનમાંથી કસક ગુરુદ્વારા પાસે રહેતો વિશાલ ઉર્ફે હોઠ ફાટલો ઠાકોર પરમાર તેમને દારૂનો જથ્થો આપી ગયો હતો. પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, વિશાલ ઉર્ફે હોઠ ફાટલો પરમાર રેલવે સ્ટેશનમાંથી આટલો મોટો જથ્થો લઇને કેવી રીતે આવ્યો તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. બુટલેગરોએ પોલીસના સુરક્ષા કવચમાં સેંધ પાડી છે કે પછી પોલીસની સુરક્ષામાં જ કચાશ છે તેવા પ્રશ્નો ઉભા થયાં છે. સુત્રોમાંથી જાણવા મળ્યાં મુજબ કેટલાંક બુટલેગરોના પંટરો મહારાષ્ટ્ર તેમજ દમણમાંથી દારૂ લાવે છે. અને ટ્રેનમાં કોઇ રીતનું સેટિંગ કરી એસી કોચમાં મુસાફરી કરે છે. કારણ કે, એસી કોચમાં ચેકિંગનો પ્રશ્ન ઓછો હોય છે. ત્યારે આ તમામ પાસાઓ તરફ રેલવે પોલીસતંત્ર નજર નાખશે કે નજર અંદાજ કરશે તે ચર્ચાનો વિષય છે.


Share

Related posts

અંકલેશ્વર- નગરપાલિકાના પ્રમુખ ના પોતાના ઓરડામાં જ રોડ રસ્તા ની હાલત ખરાબ, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે રસ્તો બનાવવાની માંગ..

ProudOfGujarat

અનેક યુવકો જેની સામે જોવાથી ડરતા હતા તે રીપલે નૂતન વર્ષમાં અનિલના પ્રેમનો સ્વિકાર કર્યો

ProudOfGujarat

આગામી ગણેશોત્સવ નિમિત્તે નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!