Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એસ. કે. નગરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા એકને ઝડપી પાડતી પાલેજ પોલીસ

Share

ભરૂચ.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જુગાર તથા ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સી. કે. પટેલ ના માર્ગદર્શન મુજબ પાલેજ પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી આધારે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 દરમિયાન ક્રિકેટનો સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા અધિક્ષકની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ ના માર્ગદર્શન મુજબ કે. આર. વ્યાસ પાલેજ પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પાલેજ સ્ટાફના કરશનભાઈને બાતમી અને હકીકત મળેલ કે પાલેજના એસ.કે. નગર ખાતે રહેતો શહેજાદ સબીર શેખ જાતે મુસ્લિમ રહે. પાલેજ ગામ એસ.કે. નગર પોતાના રહેણાક મકાનની સામે ખુલ્લી જગ્યામાં અંગત અને આર્થિક ફાયદો સારું હાલમાં ચાલી રહેલ આઈ. પી. એલ.(IPL) 2025 ની ક્રિકેટ મેચમાં રમનાર હોય તે ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર સટ્ટાબેટિંગનો હાર જીતનો જુગાર રમી – રમાડે છે, જે ચોક્કસ બાતમીના આધારે પાલેજ પોલીસે બનાવ સ્થળે દરોડો પાડતા સ્થળ પરથી શહેઝાદ ને ઝડપી પાડ્યો છે, આરોપી પાસેથી અંગ જડતી ની રોકડ રકમ રૂપિયા 11,250 મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 3000 સ્ક્રીનશોટ ની નકલ મળી કુલ રૂપિયા 14,250 નો મુદ્દા માલ કબજે લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત યોજનાઓને વધુ અસરકારક બનાવવા તાકીદ

ProudOfGujarat

હવાઈ મુસાફરી થઈ શકે છે મોંઘી, ATFના ભાવમાં ફરી થયો મોટો વધારો

ProudOfGujarat

અમદાવાદમાં વરસાદના કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!