Proud of Gujarat
bharuchCrime & scandalCultureFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નેત્રંગના અસનાવી ગામે ગેરકાયદે ડીઝલનો જથ્થો ભરી રાખનાર શખ્સ સામે આખરે ગુનો દાખલ

Share

એસઓજીએ 30મી જાન્યુઆરીએ કુલ 1520 લીટર ડીઝલ જપ્ત કર્યું હતું

નાયબ મામલતદારે પૃથ્થકરણ માટે મોકલેલાં સેમ્પલોનો રિપોર્ટ આવતાં કાર્યવાહી કરાઇ

Advertisement

ભરૂચ.

ભરૂચ એસઓજીની ટીમના એએસઆઇ રવિન્દ્ર તેમજ હેકો શૈલેષભાઇ, ભાવસંગભાઇ તેમજ કોન્સ્ટેબલ સુરેશભાઇ વણઝારા તથા ભાવસિંગભાઇ  સહિતનાઓ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં કોન્સ્ટેબલ સુરેશ વણઝારાને ચોક્કસ બાતમી મળી હતી કે, અશનાવી ગામના પાદરે રહેતાં હરેશ વસાવાએ તેના ઘરની સામે બનાવેલી ઓરડીમાં ગેરકાયદે રીતે ડિઝલનો મોટી માત્રામાં જથ્થો એકત્ર કરી રાખ્યો છે. જેના પગલે તેમણે એસઓજી પીઆઇને ઘટનાથી વાકેફ કરી તેના ત્યાં રેડ પાડી છે. તેના ઘરની ઓરડીમાં પ્લાસ્ટીકના અલગ અલગ બેરલોમાં કુલ 1520 લીટર જેટલો જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળ્યો હતો. તેમજ સ્થળ પર અગ્નિશામક સાધનોની વ્યવસ્થા પણ રાખવામાં આવી ન હતી.  ઘટનાને પગલે જ્વલનશિલ પ્રવાહી અંગે ખરાઇ કરવા તેમજ સ્થળ તપાસ માટે તેમણે નેત્રંગના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર આર. એસ. ચૌધરીને વિઝીટમાં બોલાવતાં તેમણે અલગ અલગ સેમ્પલો મેળવી તેને પૃથ્થકરણ માટે મોકલી આપ્યાં હતાં. દરમિયાનમાં તેનો રિપોર્ટ આવતાં તેના આધારે એસઓજીના એએસઆઇ રવિન્દ્રભાઇએ નેત્રંગ પોલીસ મથકે ડીઝલનો જથ્થો ગેરકાયદે રીતે સંગ્રહ કરનારા હરેશ મનુ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટરને રાજીનામાની યાદી આપવા જતા પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજની બહેનોએ ગાંધી સંસ્થાઓની સફાઈવંદના કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!