Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ધોળે દિવસે બંધ ફ્લેટનું તાળું તોડી 12.35લાખની ચોરી કરી તસ્કરો ફરાર

Share

ભરૂચમાં પટેલ સુપર માર્કેટમાં ડો. દિલીપશાહના દવાખાનાની ઉપર બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરના પટેલ સુપર માર્કેટ વિસ્તારમાં આવેલાં ડો. દિલીપ શાહના દવાખાનાની ઉપર આવેલાં ફ્લેટ નંબર 3 અને 4માં 71 વર્ષના રંજનબેન પ્રકાશભાઇ અટાલીયા રહે છે. તેઓએ ગત 17મીએ સવારે સાડા-દશેક વાગ્યાના અરસામાં તેમના ફ્લેટ નંબર 4ના ઘરનું રોજીંદુ કામ પુર્ણ કરી તેમણે તેમના 4 નંબરના ફ્લેટને તાળું મારી 3 નંબરના બીજા ફ્લેટમાં ગયાં હતાં. જે બાદ સાંજના સમયે તેઓ કામ અર્થે 4 નંબરના ફ્લેટમાં આવતાં તેનું તાળું તુટેલું જણાયું હતું. તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં તેમની સામાન મુકવાની પતરાની પેટીનું તાળું પણ તુટેલું હતું તેમજતેમાંથી સોનાની 4 બંગડી, સોનાની બે ચેઇન, સોનાના બે કંગન, સોનાની 6 નંગ ચુડી, ચાંદીનો એક કંદોરો, ચાંદીની થાળી-વાટકીનો એક સેટ તેમજ 1.50 લાખ રૂપિય રોકડા મળી કુલ 12.35 લાખની વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇગયાં હતાં. ઘટનાની જાણ કરતાં ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી રંજનબેન અટાલિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં ધૂળેટી પર્વની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડિયા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!