Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બાઇક સવાર દંપતી-પુત્રને પિકઅપ જીપે ટક્કર મારી : પિતાનું મોત, માતા-પુત્રને ગંભીર ઇજા

Share

ભરૂચ તાલુકાના દયાદરા ગામે બનેલી ઘટના

ભરૂચ

Advertisement

ભરૂચ તાલુકાના દયાદરા ગામે પિકઅપ જીપની ટક્કરે બાઇક સવાર દંપતી તેમજ પુત્રનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર પતિનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામે નાના ચકલા વિસ્તારમાં રહેતાં ડેપ્યુટી સરપંચ સઇદ અબ્દુલ્લા પટેલ વકીલાતનો વ્યવસાય કરે છે.તેઓ ગઇકાલે સાંજના છ વાગ્યાના અરસામાં ગામના નવા બનેલાં બગીચા પાસે ઉભા હતાં. તે વેળાં અચાનક ગામમાં જવાના રોડ પર કો-ઓપરેટિવ બેન્કના એટીએમ સામે અકસ્માત થવાનો અવાજ આવતાં તેમણે તુરંત સ્થળ પર જઇ જોતાં તેમના ગામના સદિક યાકુબ પટેલ (બરજી) તેમજ તેમની પત્ની તસ્લીમા અને પુત્ર ફૈઝાન ત્રણેય બાઇક સાથે રોડ પર પડેલાં હતાં જ્યારે બાજુમાં એક મહિન્દ્રા પિકઅપ ગામમાં જવાના મોઢાની ઉભેલી મળી આવી હતી. પિકઅપમાં ડ્રાઇવર જણાયો ન હતો. પ્રાથમિક તબક્કે પિકઅપ ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પિકઅપ હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારી હોવાનું માલુમ પડ્યું હતું. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક નિરિક્ષણમાં સાદિક પટેલનું મોત થયાંનું તબીબે જણાવ્યું હતું. જ્યારે ફૈઝાન તેમજ તેની માતાને ઇજાઓ થઇ હોઇ તેમને દાખલ કરાયાં હતાં. બનાવને પગલે ગામના ડેપ્યુટી સરપંચ સઇદ પટેલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : નેત્રંગ ખાતેથી ટ્રકમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ ભરી લઇ જતી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો

ProudOfGujarat

અંક્લેશ્વરમાં રથયાત્રાની પૂર્વસંધ્યાએ ફ્લેગ માર્ચ યોજાઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!