Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શિતળા સાતમે લીમડીના છાલ્યા તળાવ પર આવેલાં શિતળા માતાના મંદિરે ભક્તોની ભીડ જામી

Share

સુરેન્દ્રનગર.

લીબડી શહેરમાં આવેલ છાલ્યા તળાવ ખાતે ચૈત્ર માસના દર વર્ષે સાતમનો એટલે કે ટાઢી સાતમનો મેળો ભરાય છે ત્યારે લોકો હજારોની સંખ્યામાં મેળાની મોજ માણવા ઉમટી પડ્યું હતું

Advertisement

શીતળા સાતમ નો દિવસ અને ચૈત્ર સાતેમ એટલે માંતા શીતળા નો દિવસ ગણવામાં આવે છે ત્યારે આજના દિવસે દરેક સમાજના લોકો ઠંડુ ભોજન કરે છે ચૂલો સળગાવતા નથી અને આજના દિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે આજના દિવસે લીબડી થી ત્રણ કિલોમીટર આવેલ છાલીયા તળાવ ખાતે શીતળા માતાનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે મેળવવામાં ગ્રામ્ય કક્ષાથી લઈ શહેરી કક્ષાના તમામ લોકો મેળાની મોજ માણતા હોય છે અને અલગ અલગ પ્રકારના રમકડા , નાના છોકરાઓ માટેની અલગ અલગ રાઈટ, અલગ અલગ પ્રકારની ખાણીપીણી તેમજ કટલેરી જેવા વગેરે વસ્તુઓનો વેપાર પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને આજના દિવસે હિન્દુ સમાજ દ્વારા આ શિતળા સાતમની એટલે કે ટાઢી સાતમની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો હાઈવે ઉપર આવેલ મંદિર હોવાના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસ સુરક્ષા દ્વારા આ ટ્રાફિકજામ ખુલ્લું કરાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી તેમજ મેળામાં પોલીસ દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો


Share

Related posts

જીવીકે ઇ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવાનાં ભરૂચ જિલ્લાનાં બે કર્મચારીઓનું શંકાસ્પદ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ફરી પાછા માનવજીવન બચાવવાની મોહિમમાં જોડાયા.

ProudOfGujarat

પાકિસ્તાનમાં મંદિરમાં તોડફોડ મામલે ભારતે કડક વલણ અપનાવ્યું : 24 કલાક બાદ ઈમરાન ખાને ‘મૌન તોડ્યું’..

ProudOfGujarat

રાજપીપળામાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્પોર્ટ્સ એસોસિએશને સેવાકીય કાર્યની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!