Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગના બલદવા, પીંગોટ અને ધોલી ડેમમાં પાણી સંગ્રહ ક્ષમતા વધારવા અંગે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને રજૂઆત કરી.

Share

ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર ચાર-પાંચ દાયકા પહેલા ૮.૧૫ એમસીએમ બલદવા ડેમ, ૭.૫૨ એમસીએમ પીંગોટ ડેમ અને ૧૪.૧૭ એમસીએમ પાણી સંગ્રહ કરવાની ક્ષમતાની સાથે મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું નિમૉણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની અંદાજીત ૪૦૦૦ વધુ હેક્ટર જમીનને સિંચાઈ માટે પુરતું પાણી આપવા કેનાલ બનાવવામાં આવી હતી.

જેમાં બલદવા-પીંગોટ અને ધોલી ડેમના ઉપરવાસ એટલે કે પુવૅપટ્ટીના વિસ્તારમાં આવેલા નદી-નાળા, કોતરો, તળાવ અને ચોમાસામાં વરસાદનું પાણી વહીને આ ત્રણેય ડેમમાં આવે છે, અને તેની સાથે-સાથે ખુબ જ મોટા જથ્થામાં માટી પણ વહીને આવતી હોય છે, જે ત્રણેય ડેમના તળ ભાગમાં કાયમી સ્થાયી થઇ જાય છે, અને દિવસેને દિવસે ત્રણેય ડેમમાં માટીના પુરાણમાં ધરખમ વધારો થઇ ગયો છે, જેની વિપરીત અસર ત્રણેય ડેમમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઉપર પડતા ખેડુતો સિંચાઇ માટેનું પુરતું પાણી મળતું નથી, અને ત્રણેય ડેમમાં પાણીનું સંગ્રહ ઓછું થાય છે.

Advertisement

જેમાં બલદવા ડેમમાં ઓવરફ્લોની સપાટી ૧૪૧.૫૦ મીટર, પીંગોટ ડેમની ઓવરફ્લોની સપાટી ૧૩૯.૭૦ મીટર અને ધોલી ડેમની ઓવરફ્લોની સપાટી ૧૩૬ મીટર છે, જેમાં હાલના વષૅ ચોમાસાની સિઝનમાં ત્રણેય ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ઓવરફ્લો થયા હતા, એટલે સરકારના ચોપડે ત્રણેય ડેમમાં ૧૦૦ ટકા પાણી સંગ્રહ થયાનું સાબીત થાય, પરંતુ પાયાની મુળ સાચી વાસ્તવિકતા માલુમ પડતી નથી, જેમાં ત્રણેય ડેમના કુલ વિસ્તારમાં અંદાજીત ૭૦-૮૦ ટકા જેટલું માટી પુરાણ થયાના અહેવાલ મળ્યા છે, આ બાબતે ગુજરાત સરકાર અને સિંચાઈ વિભાગના જવાબદાર લોકો સ્થાનિક ખેડુત આગેવાનોને સાથે રાખીને સચોટ કામગીરે કરે તો સાચી હકીકત બહાર આવી શકે તેમ છે.

બલદવા,પીંગોટ અને ધોલી ડેમને ઉંડા કરવાની સખત જરૂરિયાત ઉભી થઇ છે, ત્રણેય ડેમોને ઉંડા કરવાથી પાણીના સંગ્રહમાં ઘરખમ વધારો થઇ શકે છે,અને પાણી જમીનમાં પચવાથી આજુબાજુના બોર, કુવાના પાણીના સ્તરમાં વધારો થઇ શકે છે, લોકોને આસાનીથી પીવા માટે અને સિંચાઈ માટે પાણી મળી શકે છે. જ્યારે વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ઘરતીપુત્રોને આખુ વષૅ પુરતું પાણી મળી રહેતા પશુપાલકો, ખેડુતો અને તમામ ધરતીપુત્રોના જીવનધોરણમાં ઘણો સુધારો આવી શકે તેમ છે, એવી માંગણી કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા સરકારમાં મુખ્યમંત્રી, સિંચાઇ મંત્રી અને કલેક્ટર ભરૂચને પત્ર લખી કરવામાં આવી છે.


Share

Related posts

જામનગર આમ આદમી પાર્ટી દ્વારા રામ સવારીમાં ભક્તોને છાશનું વિતરણ કરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રોજગાર વંચિત શિક્ષિત બેરોજગારો દ્વારા ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઓફિસ સામે ધરણા.

ProudOfGujarat

HOMEOSTASIS -2023 સ્પર્ધામાં મોરબીની GMERS કોલેજનો ડંકો, રાજ્યકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!