Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડીથી ટોલ નાકા વચ્ચે અકસ્માતમાં બે ને ઇજા એકનુ મોત.

Share

ભરૂચ ઝાડેશ્વરની સત્યમ ટાઉનશિપ નજીકની સોસાયટીમાં રહેતા અવનભાઈ બાબુભાઈ પટેલ તથા તેમનો મિત્ર પ્રવીણભાઈ રણછોડભાઈ રાઠોડ ઝઘડીયા જીઆઇડીસી બિરલા સેન્ચુરી કંપનીમાં ફરજ બજાવે છે. ગત રોજ તેમની નાઈટ શીફટ હોઇ તેઓ બંને ઝાડેશ્વરથી ઝઘડિયા જીઆઈડીસી જવા નીકળ્યા હતા. મુલદ ટોલટેક્સ પાસ કર્યા બાદ ચોકડી નજીકથી તેઓ પસાર થતા હતા ત્યારે ગોવાલી ગામના એક બાઇક ચાલકની બાઇક ઝાડેશ્વરના બંને મિત્રોની એકટીવા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં અવનભાઈ તથા પ્રવીણભાઈને શરીરના અલગ-અલગ ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યારે ગોવાલી ગામના પથીક રમેશભાઈ દુધાસણાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનુ સ્થળ પર જ મરણ થયુ હતું. અકસ્માતની ઘટના સંદર્ભે અવનભાઈ બાબુભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાએ તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

કોરોના મહામારી વચ્ચે ઝઘડીયા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નધણીયાતા…

ProudOfGujarat

એક દીકરી ધરાવતા 11933 માતા-પિતાને જુનાગઢ જિલ્લા દ્વારા પિંક કાર્ડ અર્પણ કરવામાં આવશે

ProudOfGujarat

આમોદ -જંબુસર કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક વિરોધ કર્યા બાદ ભરૂચ જિલ્લા કલેકટર સહિત અધિકારીઓ આમોદ ના ઢાઢર બ્રીઝ પર દોડી આવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!