Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ વિડિયોકોન પાસે ગેસ લાઈનમાં લીકેજની ગંભીર ઘટના બની

Share

જેસીબી મશીનનો પાવડો સીધો ગેસલાઈન સાથે અથડાતા ગેસ લીકેજ થયો

ભરૂચ

Advertisement

ભરૂચ તાલુકાના રહાડપોર અને ચાવજ વચ્ચે આવેલા વિડિયોકોન પાસે આજે સવારે ગેસ લાઈનમાં લીકેજની ગંભીર ઘટના સામે આવી છે. ગટરના કામ દરમ્યાન જેસીબી મશીનથી ખોદકામ કરતી વેળા ગેસ થાઈનને નુકશાન પહોંચતા ગેસ લીક થવા લાગ્યુ હતુ. જેના કરવો સ્થાનિકોમાં ભવનો માહોલ છવાયો હતો.

ભરૂચ તાલુકાના રહડપોર અને ચાવજ વચ્ચે ગટરના કામ માટે ખોદકામ ચાલી રહ્યું છે અને રસધારના સમયે કામકાજ દરમ્યાન જેસીબી મશીનનો પાવડો સીધો ગેસ લાઈન સાથે અથડાતા લીકેજ થયો હતો. ગેસના ઉચ્ચ દબાવના કારણે જોરદાર અવાજ થયો અને આસપાસના કામ કરી રહેલા શ્રમિકો ભયભીત થઈ ગયા હતા. આસપાસના વિસ્તારોમાં રહેવાસીઓમાં પણ એક ક્ષણ માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં તાત્કાલીક ગુજરાત ગેસ કંપનીના ટેકનિકલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારી તુરંત ઘટનારચળે પહોંચ્યા અને સર્વપ્રથમ સુરતાના ધોરણે ગેસ સપ્લાય બંધ કરી લીક થયેલી લાઈનને યોગ્ય રીતે રોકી તેની મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહી થઈ હોવાનું પ્રાપ્ય મન્ચુ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો

ProudOfGujarat

સુરત શહેર-જિલ્લામાં તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરાશે.

ProudOfGujarat

રાજપીપળા : તિનકા તિનકા ઈન્ડિયા એવોર્ડસ- 2021 માટે 16 કેદીઓ અને 2 જેલ અધિકારીઓની પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!