Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

ભરૂચ માં જાહેરનામાના ભંગ બદલ 343 કેસ દાખલ કરતી એસ.ઓ.જી પોલીસ 

Share

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જુદા જુદા પોલીસ મથકમાં સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લાની એસ.ઓ.જી ટીમ તથા વિવિધ જુદા જુદા 26 પોલીસ મથકો દ્વારા તાજેતરમાં કલેકટરના જાહેરનામાના ભંગ બદલ પરપ્રાંતિય શકશોની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં એસઓજી પોલીસે ચેકિંગ કામગીરી હાથ ધરી 300 થી વધુ કેસ કર્યા છે.

Advertisement

ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા હતા જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં બહારથી આવી વસવાટ કરતા વ્યક્તિઓને ઔદ્યોગિક એકમમાં ભાડેથી મકાન દુકાન આપવામાં આવ્યા હોય તે તમામનો સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં ત્રાસવાદી અસામાજિક તત્વો કોઈપણ પ્રકાર નો આતંક ન ફેલાવે તે માટે સમગ્ર કાયદો અને વ્યવસ્થા સુરક્ષિત રહે તે માટે પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ જુદા જુદા પોલીસ મથક દ્વારા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ ને અંજામ આપતા તત્વો ને અંકુશમાં રાખવા માટે ભયજનક વ્યક્તિઓને સચોટ માહિતી મેળવવા પોલીસ દ્વારા તારીખ 19/ 4 /2025 થી આજ દિન સુધી સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કરી ગુનાખોરીને નાબૂદ કરવા માટે ઔદ્યોગિક એકમોમાં ભાડેથી રહેતા લોકોની ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ ચેકિંગ કામગીરીમાં પરપ્રાંતીય શકશો જેઓને મકાન- દુકાન ભાડેથી આપી હોય તેનું સ્થાનિક પોલીસ મથકમાં નિયત ફોર્મ મુજબ જાણ કરવામાં ન આવતા આવા દુકાન અને મકાનના માલિકો વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કુલ 343 ગુના દાખલ કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 બી મુજબ એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ગોધરા : શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં 7 દિવસીય વાર્ષિક NSS કેમ્પનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચમાં સતત વધતો તાપમાનનો પારો.સતત વધતી ગરમીના પગલે રોગચાળો ફાટી નીકળવાની સંભાવના …

ProudOfGujarat

વડોદરામાં સનસેટ સેલ્ફિ લેવા જતાં વિદ્યાર્થી કેનાલમાં ડૂબ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!