Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAinternationalpoliticalTop NewsUncategorizedWorld

કાશ્મીરના પહેલગામમાં થયેલાં આતંકી હૂમલામાં જેહાદીઓનો સફાયો કરવાની માગ

Share

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

ભરૂચ.

Advertisement

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ( જેહાદીઓ ) દ્વારા નિર્દોષ હિન્દુ પર્યટકોની તેમના નામ-ધર્મ પુછીપુછીને ગોળીઓ ગરબી દઇ હત્યા કરવામાં અવી હોવાની ઘટનાને લઇને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે. આવા આતંકી સંગઠનોનો સફાયો થાય તે માટે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે 22મી એપ્રિલે આખા દેશને હચમચાવી દેનારી ઘટના બની હતી. આતંકવાદીઓએ કાશ્મીરમાં ફરવા માટે ગયેલાં પર્યટકોને બાનમાં લીધાં હતાં. જે બાદ તેમાં પર્યટકોને તેમના નામ અને ધર્મ અંગે પુછપરછ કરી તે પૈકીના 27 હિન્દુ પર્યટકોને ગોળીઓ મારી તેમની હત્યા કરી હતી. આતંકીઓના આ કૃત્યને લઇને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ત્યારે ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પીએમ નરેન્દ્ર મોદીને સંબોધીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, શાંતિપ્રિય હિન્દુઓ પર અવારનવાર જેહાદીઓ-આતંકવાદીઓ દ્વારા હૂમલા કરવામાં આવે છે. દેશના કોઇ પણ ખૂણે હવે હિન્દુ સુરક્ષિત નથી તેમ લાગે છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જેહાદી માનસિકતાવાળા લોકોએ હિન્દુઓ પર સામુહિક હુમલા કર્યાં હતાંઉ જે બાદ હવે પહેલગામમાં લોકોના નામ અને ધર્મ પુછી હિન્દુઓની હત્યા કરવાની ઘટના બની છે. ત્યારે આવા જેહાદીઓને ખતમ કરી હિન્દુસ્તાનમાં હિન્દુઓ કોઇ પણ ભય વિના નિર્ભય રીતે રહી શકે તેવું વાતાવરણ ઉભું કરવાની માગ કરી હતી.


Share

Related posts

ભરૂચનાં ફુરજા વિસ્તારમાં એક વ્યક્તિનું પૂરનાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ગ્રામ પંચાયત દ્વારા કોરોના મહામારી વચ્ચે અભુતપૂર્વ સેવા કરનાર તબીબનું સન્માન કરાયું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમની કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!