Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત પોલીસે ટ્રકમાં 74 લાખના ગાંજાની હેરાફેરી કરતાં બેને ઝડપી પાડ્યાં

Share

ભરૂચ

મુંબઇથી અમદાવાદ તરફ જઇ રહેલી ટ્રકમાં મોટી માત્રામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરાતી હોવાની ચોક્કસ બાતમી સુરત ગ્રામ્ય એસઓજી, પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને મળી હતી. જેના આધારે એસઓજી, પેરોલ સ્કવોર્ડ, એલસીબી સહિતની ટીમો દ્વારા વલથાણા ગામની સીમમાંથી પસાર થતાં મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે નં. 48 પર તોરણ હોટલની સામે વોચ ગોઠવી નાકાબંધી કરી હતી. દરમિયાનમાં બાતમી મુજબનો ટ્રક આવતાં તેને રોકી ડ્રાઇવર ક્લિનરને ઝડપી પાડી ટ્રકમાં તપાસ કરી હતી.

Advertisement

તપાસ કરતાં કેબીનની પાછળના ભાગે મોટું ગુપ્ત ચોરખાનુ બનાવી તેમાં મોટી માત્રામાં ગાંજો ભરેલો હોવાનું જણાયું હતું.જેથી ટીમે એફએસએલ ટીમ અને સાયન્ટીફિક ઓફિસર મારફતે તપાસ કરવામાં આવતાં કુલ 746.990 કિલો એટલે કે કુલ 74 લાખનો ગાંજાનો જથ્થો ભરેલો હોવાનું માલુમ પડતાં પોલીસે ગાંજો તેમજ ટ્રક તેમજ મોબાઇલ, સહિતનો કુલ 90 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં ડ્રાઇવર-ક્લિનરના નામ સંજય નબીન વિશ્વાલ અને કાલિયા બીપીન પ્રધાન (બન્ને રે. ગંજામ, ઓરિસ્સા) હોવાનું માલુમ પડ્યું હતું. તેમણે કેફિયત રજૂ કરી હતી કે, આલોક નામના શખ્સે તેમના ટ્રકમાં ગાંજો ભર્યો હતો. જ્યારે તેમના જ ગામનો શરતપ્રધાન ઉર્ફે સાઇરામ નવા પુરા સુધી ટ્રકમાં ગાંજો ભરી લાવ્યો હત. અને ખુર્દા અને ભુવનેશવર વચ્ચે બાપુજી નામનો શખ્સ તેમને ટ્રક સોંપી ગયો હતો.


Share

Related posts

ગોધરા કનેલાવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ઓપન વિભાગ આર્ચરી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

મહેસાણા: પોલીસે વ્યાજખોરની કરી ધરપકડ

ProudOfGujarat

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાત મંદોને સહાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!