Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વોટ્સએપના ગૃપોમાં એક પોલીસ અધિકારીના નંબરથી અશ્લીલ વિડીયો અપલોડ થતા ચકચાર

Share

ભરૂચ જિલ્લામાંથી બદલી થઈ અધિકારી હાલમાં ગોધરામાં ફરજ બજાવે છે

મોબાઈલ હેક થતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી હોવાની કેફિયત

Advertisement

ભરૂચ.

ભરૂચ જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા એક પોલીસ અધિકારીએ પોલીસ દ્વારા સંચાલિત ભરૂચ પોલીસ એન્ડ પ્રેસ વોટ્સએપ ગૂપમાં ૨૦ થી ૨૫ અશ્લીલ કલીપો અપલોડ કરી દીપી હોવાની ઘટના બની હતી જો કે બાદમાં પોલીસ અધિકારીએ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હોય કોઈએ કૃત્ય આચર્યું હોવાની રાવ સાથે ગોપરા સાઈબર કાઈમમાં અરજી કરી છે.

ભરૂચ તેમજ અન્ય જિલ્લાના વોટ્સએપ સોશિયલ મિડિયાના આઠ-દસ ગુપોમાં એક પોલીસ અધિકારીએ અશ્વીલ વિડીયો પોસ્ટ કરી દીધી હોવાની ઘટના ગઈકાલે મોડી રાત્રે અની હતી. ભરૂચ પોલીસ સંચાલિત ભરૂચ પોલીસ એન્ડ પેસ વોટ્સએપ ગૃપમાં પણ આ વિડીયો અપલોડ થયા હતા. ભરૂચમાં ફરજ બજાવી મૂકેલા અને હાલ બદલી બાદ ગોધરામાં હાલોલ-કાલોલ ખાતે ફરજ બજાવતા પોલીસ અધિકારીના મોબાઈલ નંબરથી આ વિડીયો અપલોડ થયા હતા. મામલામાં તપાસ કરતા માલુમ પડયુ હતુ કે, પોલીસ અધિકારીએ ગોધરા સાયબર સેલમાં કરિયાદ નોંધાવી હતી કે, તેમનો મોબાઈલ કોઈએ હેક કરી લીધો છે તેમજ તેના થકી સાયબર હેકરે આ બધા વિડીયો અપલોડ કર્યા હતા. તેમની કરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જો કે એક સથય પોલીસ અધિકારીના મોબાઈલથી આવા વિડીયો અપલોડ થવાને લઈને આખી ઘટના ચર્ચાની એરણે છે.


Share

Related posts

ભરૂચ-ખેતરમાં કામ કરતા મજૂરો સામે અચાનક દીપડો આવી પહોંચ્યો પછી શું થયું જાણો ?

ProudOfGujarat

અંકલેશ્વરમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત મુદ્દે રાજકીય ગરમાવો, પોલીસ સ્ટેશન સામે ધરણા

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોરોનાનાં કેસો વધતા ગુજરાત – મહારાષ્ટ્રની બોર્ડર ધનશેરા ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગનું સઘન ચેકીંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!