Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

Gnfc ઓવરબ્રિજ પરથી ઓટોરિક્ષામાંથી દારૂ – બિયરનો જથ્થો ઝડપી પડતી ક્રાઈમ બ્રાન્ચ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ બિયરની ગેરકાનું ની પ્રવૃત્તિ ને અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સતત પ્રયત્નશીલ હોય ગઈકાલે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જીએનએફસી ટાઉનશીપ ઓવરબ્રિજ પાસેથી ઓટો રીક્ષા માંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી પાડ્યા છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ શહેર માં દિન પ્રતિદિન દારૂ બિયરની ગેરકાનૂની પ્રવૃત્તિ વધતી જાય છે જેને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે તે હેતુથી અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા ક્રાઈમ બ્રાન્ચ પોલીસને સુચના આપેલ હોય જે સૂચનાના અનુસંધાને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એ. તુવેર એલસીબી ભરૂચની તેમને બાતમી અને હકીકત મળેલ કે ભરૂચ શહેર દહેજ બાયપાસ રોડ પર જીએનએફસી ટાઉનશીપ ઓવરબ્રિજ પાસે બે ઓટોરિક્ષામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના બોક્સ નામચીન બુટલેગર હસમુખ રાઠોડ અને શેખ હાઈવે પરથી પસાર થઈ ભરૂચ જિલ્લામાં દારૂ બિયરનો જથ્થો લાવનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જીએનએફસી ઓવરબ્રિજ પર તલાસી લેતા ત્યાંથી બાતમી અને હકીકત વાળી ઓટોરિક્ષા નંબર Gj-06-AW-4978 અને Gj-16-AT-3550 જીએનએફસી બ્રિજ પરથી પસાર થતાં તેની તલાસી લેતા મીણીયા થેલીના પાર્સલો જે તોડી તપાસ કરતા તેની અંદર બાતમી અને હકીકત વાળો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાની મોટી બોટલ ટી નંગ 600 કિંમત રૂપિયા 23,552-/ મોબાઈલ નંબર ત્રણ કિંમત રૂપિયા 11000 તેમજ બંને રીક્ષા કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 3,34, 552-/ નો મુદ્દા માલ પોલીસે જપ્ત કરી આરોપી (1) હસમુખ રમેશ રાઠોડ રહે સંતોષી વસાહત સબજેલ પાસે ભરૂચ (2) સાદીક સલીમ શેખ રહે કશક અપ્સરા એપાર્ટમેન્ટ ઝુપડપટ્ટી ભરૂચ (3) રજાક નસરુદ્દીન દીવાન રહે કરમાડ ગામ નવીનગરી ભરૂચ (4) અબ્દુલ મુનાફ અબ્દુલ સતાર મેમણ રહે સંતોષી વસાહત સબજેલ પાસે ભરૂચ કુલ ચાર આરોપીને ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તથા અન્ય એક વોન્ટેડ આરોપી  કૃણાલ પરમાર રહે આશ્રય સોસાયટી ભરૂચ આ કામમાં બનાવ સ્થળ પરથી નાસી છૂટ્યો હોય જેને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

અંકલેશ્વર : બાઇક ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ચોરીની ૧૯ મો.સા સાથે ટોળકી ઝડપાઈ.

ProudOfGujarat

ભરૂચ : વિલાયત SEZ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ..

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!