Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં વિઝા ફ્રોડના ગુનામાં મદદગારી કરનારને ઝડપી પડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

Share

ભરૂચ જિલ્લામાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસ અધિક્ષકની સૂચના હોય જે સૂચનાના અનુસંધાને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફ્રોડના ગુનામાં મદદગારી કરનાર ને રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબીપી આઇ એમ. પી. વાળા અલગ અલગ ટીમ બનાવી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હોય આ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિઝા ફ્રોડના ગુનામાં મુખ્ય સૂત્રધાર આરોપી છેલ્લા 9 મહિનાથી વોન્ટેડ જાહેર થયા બાદ તેને મદદગારી કરનાર આરોપીને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વિલન્સના આધારે વોન્ટેડ આરોપીની શોધ ખોળ હાથ ધરતા તેને મદદગારી કરનાર નિરવભાઈ જયંતીભાઈ ઉંમર વર્ષ 38 રહે પ્લોટ નંબર 245 ઝાકીર હુસેન ફૂલની સામે રાજકોટ, હાલ રહે મચ્છુનગર ટાઉનશીપ ફ્લેટ નંબર એફ 208 રૈયાધાર રાજકોટને, રાજકોટ ખાતેથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે, આ ગુનામાં મુખ્ય આરોપી ભાવિન પંકજ પરમાર ફરાર હોય પોલીસે તેને મદદગારી કરનાર નીરવ સિદ્ધપુરાને ઝડપી લઇ ભાવિન પંકજ પરમારના સગડ મેળવવા સઘન પ્રયત્નો હાથ ધરીયા છે તેમજ આ ફ્રોડના ગુનામાં મદદગારી કરનાર નીરવ સિદ્ધપુરા ને ઝડપી લઇ ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કરી આરોપીને કસ્ટડી મોકલી આપેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ક્ષમતા કરતાં વધુ બાળકોથી ભરેલી રીક્ષાઓને કારણે અકસ્માતને ઈજન

ProudOfGujarat

જમ્મુ-કાશ્મીરમાં પહેલગામના ચંદનવાડીમાં ITBP ની બસ નદીમાં પડી, 6 થી વધુ જવાનો શહીદ.

ProudOfGujarat

ભરૂચ : જંબુસરમાં કોરોના પોઝીટીવ આશા વર્કરને હોસ્પિટલમાં જગ્યા ના મળતા પી.એમ અને સી.એમ ને રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!