Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લુણા ગામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વાલીયા પોલીસ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ બિયરની હેરાફેરી સતત વધતી જાય છે , આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અનુસાર વિવિધ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે દરમિયાન બાતમીના આધારે લુણા ગામે વાલીયા પોલીસે રૂપિયા 2 લાખથી વધુનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે તેમ જ વોન્ટેડ આરોપીઓના સગડ મેળવવા પોલીસે પ્રયત્ન હાથ ધર્યા છે.

 

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લા દારૂ બિયરની હેરાફેરી વેસ્ટ નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હોય જેના અનુસંધાને વાલીયા પોલીસ અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ કામગીરી કરતી હોય તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી. ડોડીયાને બાતમી મળેલ કે લુણા ગામનો લીસ્ટેડ બુટલેગર જગદીશ ઉર્ફે જગો રવિભાઈ વસાવા હાલ ઇંગ્લિશ દારૂનો જથ્થો પોતાના ઘર પાસે ઉતારી તેના ઘરની સામેના કોઈ ઘરમાં સગેવગે કરવાનો હોય જે ચોક્કસ બાતમીના આધારે લુણા ગામે જગદીશ ઉર્ફે જગો રવિભાઈ વસાવા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચના ઘર પર પોલીસે રેડ પાડતા તપાસ હાથ ધરતા તેની સામેના મકાનમાંથી ₹2,89,200 -/ નો પ્રોહીબીટેડ દારૂ બિયરનો મોટા પ્રમાણમાં નો જથ્થો મળી આવ્યો હોય, પોલીસની રેડ પડે તે પહેલા જ આરોપી (1)જગદીશ ઉર્ફે જગો રવિભાઈ વસાવા તેમજ (2) રમેશ એલીયાભાઈ વસાવા બંને બનાવ સ્થળ પરથી નાસી છૂટ્યા , વાલીયા પોલીસે દારૂ બિયરનો જથ્થો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તથા વોન્ટેડ આરોપી ને ઝડપી પાડવા આગળ કાયદેસરની કામગીરી હાથ ધરી છે.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદના આગમનથી આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ઊઠ્યા

ProudOfGujarat

ગુજરાત ક્રિકેટ એસોસિએશન અન્ડર સ્ટેટ રમવા માટે ભરૂચ ની બે મહિલા ક્રિકેટર ની પસંદગી થતા ક્રિકેટ ક્ષેત્રે ફરી એક વાર બંને ખેલાડીઓએ ભરૂચ નું નામ રોશન કર્યું છે..

ProudOfGujarat

નડિયાદ જિલ્લા ન્યાયાલય ખાતે “લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ ઓફીસ” નો શુભારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!