Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહેસાણાથી ટ્રકમાં 16 પશુઓને ખિચોખિચ ભરી મહારાષ્ટ્રના ધૂલિયા લઇ જતાં બે ઝબ્બે

Share

14 ભેંસ, એક પાડી, અને એક પાડાને કરજણ પાંજરાપોળ ખાતે લઇ જવાયાં

ટ્રકમાં પશુઓ માટે ઘાસચારો-પાણીની વ્યવસ્થા રાખી ન હતી

Advertisement

ભરૂચ

ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતાં એએસઆઇ કાલીદાસ તેમજ તેમની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં તેમને ચોક્કસબાતમી મળી હતી કે, નવા એક્સપ્રેસ હાઇવે પરથી એક ટ્રકમાં પશુઓની ગેરકાયદે હેરાફેરી થનાર છે અને તે ટ્રક દહેગામ ટોલનાકા પાસે આવનાર છે. જેના પગલે તેમણે ટીમ સાથે તુરંત ત્યાં પહોંચી ચેકીંગ્ હાથ ધરતાં બાતમી મુજબની ટ્રક આવતાં તેને રોકી પુછપરછ કરતાં તેમના ડ્રાઇવરનું નામ સમીર યાકુબ પઠાણ (રહે. કડી, મહેસાણા) તેમજ ક્લિનરનું નામ સોહિલમિયા ફરીદમિયા શેખ ( રહે. સામરખા ગામ, આણંદ) હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની ટ્રકમાં તપાસી જોતાં તેમાં ગેરકાયદે રીતે પશુઓને કૃરતાપુર્વક ટૂંકા દોરડેથી બાંધેલાં જણાયાં હતાં. ઉપરાંત પશુઓ માટે પાણી તેમજ ઘાસચારાની સુવિધા રાખી ન હોવાનું માલુમ પડત઼ાં પોલીસે 14 ભેંસ, 1 પાડી તેમજ એક પાડાને બચાવી તાત્કમલિક કરજણ પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે મોકલી આપ્યાં હતાં. બનાવને પગલે તેમણે ભરૂચ તાલુકા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ન્યૂઝ ડિબેટમાં આદિવાસી સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી મુદ્દે સિની. જર્નાલિસ્ટ, એન્કર વિરૂદ્ધ કાર્યવાહીની માગ

ProudOfGujarat

ભરૂચનાં ગાયત્રી નગર પોસ્ટ ઓફિસ બહાર લાગી લાંબી લાઇન.

ProudOfGujarat

ભરૂચમાં કલેક્ટરના બંગલાના વાડામાંથી તસ્કરો ચંદનનું વૃક્ષ કાપી ફરાર થઈ ગયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!