Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દશાન ગામે ગભાણમાં દબાણ કરવાના મુદ્દે બે પરિવાર વચ્ચે ધિંગાણું સર્જાયું

Share

ભરૂચ.

ભરૂચ તાલુકામાં આવેલાં દશાન ગામે નવીનગરી વિસ્તારમાં રહેતાં પ્રવિણસિંહ મોહનસિંહ રાજ કામ પર જવાનું હોઈ તેણે પ્રવિલ વસાવાને તેમના ઘરે ઉભો રાખી તેઓ એકટીવાની ચાવી લેવા તેમના મોટા ઘરે જતો હતો. તે વેળાં રસ્તામાં ડીપી સામે રહેતાં કેશવ બાલુ આહિરે પાવડાથી પ્રવિણસિંહના ભાઈ મહેશ પર હુમલો કરતો હતો. જેથી તેણે તુરંત ત્યાં દોડી જઈ તેમનાભાઈને છોડાવવાનો પ્રયાસ કરતા કેશવનું ઉપરાણું લઈ ગોવિંદ બાલુ આહિર, કલ્પેશ કેશવ આહિર તેમજ ઉર્મિલા કેશવ આહિરે મળી પ્રવિણસિંહ તેમજ મહેશ અને અન્ય ભાઈ કપીલ પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા. જ્યાં કપીલને માથામાં ફેક્ચર હોવાનું માલુમ પડતાં વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. પ્રવિણસિંહે જણાવ્યું હતું કે, કેશવ આહિરના પરિવારે તેમના ગભાણમાં શેડ મારી ઢોર બાંધતો હોઈ તે ખાલી કરાવવા મહેશે જણાવતાં તેઓએ તેમની સાથે ઝઘડો કરી તેમના પર હુમલો કર્યો હતો.

Advertisement

બનાવમાં ગોવિંદ બાલુ આહિરે પણ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ઘરે હતાં તે વેળાં મહેશ રાજ હાથમાં ધારિયું લઈ આવી તેમના ભત્રીજા કલ્પેશ કેશવ આહિરને અમારી જગ્યા ખાલી કરો નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપતાં તેઓતેને કહેવા જતાં મામલો ગરમાયો હતો. તેનું ઉપરાણું લઈને પવિઘ્ન મોહન રાજ, રાજેન્દ્રસિંહ કિરણસિંહ રાજ તેમજ જ્યોતિ મોહન રાજે દોડી આવી લાકડાના ઠોયાથી તેમના પર હુમલો કરી તેમજ તેમની કારનો કાચ તોડી નાંખી નુકસાન કર્યું હતું. બન્ને બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયાના સારસા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને રોજગારલક્ષી યોજનાઓની અપાઈ માહીતી.

ProudOfGujarat

ભાવનગર જીલ્લાના ભાજપના પુર્વ ધારાસભ્ય ડૉ.કનુભાઈ કળસરીયા કોગ્રેસમાં જોડાયા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે માતા શીતળા સાતમ ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!