ભીડભંજન ખાડી વિસ્તારમાં પોલીસે રેડ પાડી હતી
। ભરૂચ ।
ભરૂચના ભીડભંજન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ જુગારિયાઓને પોલીસે ઝડપી પાડી રોકડાં રૂપિયા તેમજ બે મોપેડ- બે બાઈક મળી કુલ ૭૫ હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ પરી છે.
ભરૂચ શહેરમાં ભીડભંજનની ખાડીમાં હનુમાન મંદિર પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને મળી હતી. જેના આધારે ટીમે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં ૪ જુગારિયામાં દોડધામ મચી ગઈ હતી. જોકે, પોલીસે તે પૈકીના ૪ જુગારિયાઓને ઝડપી પાડયાં હતાં. તેમના નામ આકીબમોહંમદ ફરીદ શેખ, બળદેવ ગોવિંદ જાદવ, અનિલ રાજૂ માછી તેમજ વિશાલ ટીના વસાવા હોવાનું માલુમ પડયું હતું. ટીમે સ્થળ પરથી બે મોપેડ-બાઈક તેમજ બે મોબાઈલ તેમજ રોકડા રપિયા મળી કુલ ૭૫ હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
